મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વૈશ્વિક ક્રૂડ ઓઈલના બજાર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ આજે 22 માર્ચ, 2026 ના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં અસ્થિરતા હોવા છતાં, સ્થાનિક બજારમાં ભાવમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

દેશના મહાનગરોમાં આજના ભાવ (પ્રતિ લિટર)

ભારતના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવ સ્થિરતા તરફ હોવા છતાં સ્થાનિક વેરાના કારણે થોડો તફાવત જોવા મળી રહ્યો છે:
દિલ્હી: પેટ્રોલ ₹94.77 , ડીઝલ ₹87.67
મુંબઈ: પેટ્રોલ ₹103.54 , ડીઝલ ₹90.03
કોલકાતા: પેટ્રોલ ₹105.45, ડીઝલ ₹92.02
ચેન્નાઈ: પેટ્રોલ ₹100.84, ડીઝલ ₹92.39

ગુજરાતના મોટા શહેરોમાં શું છે આજના ભાવ?

ગુજરાતમાં આજે ભાવમાં નજીવો વધારો-ઘટાડો જોવા મળ્યો છે. અહીં 22 માર્ચ, 2026 ના લેટેસ્ટ ભાવની વિગત છે.


શહેર પેટ્રોલ (રૂ.)ડીઝલ (રૂ.)
અમદાવાદ 95.12 90.78
ભાવનગર  96.7792.44
ગાંધીનગર  95.2890.94
રાજકોટ  94.9290.61
વડોદરા94.79 90.45
સુરત  95.3090.98

તમારા મોબાઈલ પર કેવી રીતે જાણશો ભાવ?

જો તમે ઘરે બેઠા તમારા શહેરના લેટેસ્ટ ભાવ જાણવા માંગતા હોવ, તો નીચે મુજબ SMS કરી શકો છો:
ઈન્ડિયન ઓઈલ (IOCL): 'RSP ' લખીને 9224992249 પર મોકલો.
ભારત પેટ્રોલિયમ (BPCL): 'RSP ' લખીને 9223112222 પર મોકલો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL): 'HPPRICE ' લખીને 9222201122 પર મોકલો.