મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સમગ્ર એશિયામાં ઉર્જા સંકટ ઊભું થયું છે. ખાસ કરીને ભારત જેવા દેશોમાં LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) ની અછત વર્તાઈ રહી છે. જોકે, આ મુશ્કેલ સમયમાં ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. રવિવારે (22 માર્ચ, 2026 ) સિંગાપોરનો ધ્વજ ધરાવતું વિશાળ જહાજ 'પિક્સિસ પાયોનિયર' (Pyxis Pioneer) હજારો ટન રાંધણ ગેસ લઈને કર્ણાટકના ન્યૂ મેંગલુરુ બંદર પર લંગારાયું છે.

પિક્સિસ પાયોનિયર બન્યું રાહતનું પ્રથમ કિરણ

મીડિયો રિપોર્ટના અહેવાલ પ્રમાણે, પિક્સિસ પાયોનિયર જહાજમાં આશરે 16,714 ટન LPG ભારત પહોંચ્યો છે. આ જહાજ ૧૪ ફેબ્રુઆરીએ નેધરલેન્ડથી રવાના થયું હતું. 47,236 ટન વજન ધરાવતું આ ટેન્કર એજીસ લોજિસ્ટિક્સ લિમિટેડ માટે ગેસ અનલોડ કરશે અને સોમવારે સવારે રવાના થશે. આ જહાજના આગમન સાથે જ ભારતમાં ગેસ સપ્લાય ચેઈન ફરી ધબકતી થવાની શરૂઆત થઈ ગઈ છે.

આગામી અઠવાડિયે મોટા શિપમેન્ટની ધારણા

માત્ર એક જહાજ નહીં, પરંતુ આગામી દિવસોમાં ન્યૂ મેંગલુરુ બંદર પર કુલ 72,700 ટન LPG આવવાની ધારણા છે. વિયેતનામનો ધ્વજ ધરાવતું 'એપોલો ઓશન' (Apollo Ocean) ટેન્કર 26,687 ટન ગેસ લઈને આવશે. આ જહાજ ગુજરાતના વાડીનાર બંદરથી રવાના થઈને કર્ણાટક પહોંચશે, જે ઇન્ડિયન ઓઇલ (IOCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) માટે ગેસ સપ્લાય કરશે. અમેરિકા (USA) થી વધુ એક વિશાળ ટેન્કર આશરે 30,000 ટન LPG લઈને ભારત પહોંચશે. આ જથ્થો હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે.

પાઇપલાઇન દ્વારા ઘર-ઘર સુધી પહોંચશે ગેસ

મેંગલુરુ સ્થિત HPCL ના પ્લાન્ટમાં આ ગેસ પહોંચ્યા બાદ, તેને પાઇપલાઇન દ્વારા બેંગલુરુ સહિત દક્ષિણ ભારતના વિવિધ સ્થળોએ મોકલવામાં આવશે. આનાથી સ્થાનિક બોટલિંગ પ્લાન્ટ્સની ક્ષમતા વધશે અને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ગેસની અછત દૂર થશે.

આ પણ વાંચોઃ Iran ની સમગ્ર વિશ્વને ચેતવણી, 4,000 કિલોમીટર રેન્જની મિસાઇલોથી હચમચ્યું ઇઝરાયલ