શું તમે તમારાં કાર કે એક્ટિવા બાઇકની પેટ્રોલની ટાંકી ફુલ કરાવવાનું વિચારી રહ્યા છો? તો આ પહેલાં તમે પેટ્રોલ અને ડીઝલની કિંમત વિશે જાણી લો. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 ઉતાર ચઢાવ અનુસાર અપડેટ કરતા હોય છે. તેમના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના દર અને રૂપિયા-ડોલરના વિનિમય દર પર આધાર રાખે છે. તેથી, 28 ડિસેમ્બરના રોજ તમારા શહેરના નવીનતમ ઇંધણના ભાવ જાણવા મહત્વપૂર્ણ છે.

આપને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય કાચાં ઓઇલની કિંમતો, સ્થાનિક કર માળખા અને ચલણ વિનિમય દરોના સંયોજનથી પ્રભાવિત થાય છે. લેટેસ્ટ આંકડા અનુસાર, ભારતમાં પેટ્રોલની કિંમત આપણાં કેટલાંક પાડોશી દેશોની તુલનામાં થોડી વધારે જોવા મળી છે. આના અંતરનુ મુખ્ય કારણ છે કે ભારતમાં પેટ્રોલ પર લગાવવામાં આવેલા ઉચ્ચ ટેક્સ છે. આજે એટલે કે 28ે ડિસેમ્બરે પેટ્રોલ ડિઝલની કિંમત શું છે? દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અન્ય સ્થળોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે? ચાલો જાણી લો..

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.41 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.80 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?

શહેર  પેટ્રોલ (રૂ.)ડીઝલ (રૂ.)
અમદાવાદ94.5890.25
ભાવનગર 96.1091.77
જામનગર94.51 90.19
રાજકોટ  94.6790.36
સુરત 94.67 90.36
વડોદરા  94.1289.79

એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ

ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.