કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના નાના વ્યવસાયો અને શેરી વિક્રેતાઓને આર્થિક રીતે વધુ સશક્ત અને ડિજિટલ બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. પીએમ સ્વાનિધિ યોજના (PM SVANIDHI Scheme) હેઠળ હવે ફેરિયાઓ અને નાના વેપારીઓને માત્ર લોન જ નહીં, પરંતુ UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવી રહ્યું છે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા વિક્રેતાઓ ₹૩૦,૦૦૦ સુધીની ક્રેડિટ મર્યાદા અને અનેક વિશેષ લાભો મેળવી શકશે.
ક્રેડિટ કાર્ડની મુખ્ય વિશેષતાઓ:
આ યોજના અંતર્ગત મળતા RuPay ક્રેડિટ કાર્ડની ખાસિયતો નીચે મુજબ છે:
યુપીઆઈ કનેક્ટિવિટી: આ કાર્ડને તમારા UPI ID સાથે સરળતાથી લિંક કરી શકાય છે, જેથી દુકાન માટે માલ ખરીદતી વખતે સીધી ચુકવણી થઈ શકે.
વ્યાજમુક્ત સમયગાળો: બેંકની નીતિ અનુસાર આ કાર્ડ પર ૨૦ થી ૫૦ દિવસ સુધીનો વ્યાજમુક્ત ક્રેડિટ સમયગાળો મળે છે.
ક્રેડિટ લિમિટ: કાર્ડની પ્રારંભિક મર્યાદા ₹૧૦,૦૦૦ હોય છે, જે સમયસર ચુકવણીના સારા રેકોર્ડના આધારે ધીમે-ધીમે વધારીને ₹૩૦,૦૦૦ સુધી કરવામાં આવે છે.
આજીવન મફત (Lifetime Free): આ કાર્ડ માટે કોઈ જોડાવા ફી, સક્રિયકરણ ફી કે વાર્ષિક રિન્યુઅલ ચાર્જ લાગતો નથી. કાર્ડની માન્યતા ૫ વર્ષની છે. જો બાકી રકમ ₹૫૦0 થી ઓછી હોય તો કોઈ વિલંબિત ચુકવણી દંડ પણ લાગતો નથી.
કોણ કરી શકે છે અરજી અને પાત્રતા?
વય મર્યાદા: અરજદારની ઉંમર ૨૧ થી ૬૫ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
બેંક ખાતું: અરજદારનું બેંક ખાતું NPA અથવા રાઈટ-ઓફ જાહેર થયેલું હોવું જોઈએ નહીં.
ક્રેડિટ સ્કોર: સૌથી રાહતની વાત એ છે કે આ યોજના માટે કોઈ ન્યૂનતમ CIBIL અથવા ક્રેડિટ સ્કોરની આવશ્યકતા નથી.
જરૂરી દસ્તાવેજો:
અરજી કરવા માટે [આધાર કાર્ડ - Redacted], પાન કાર્ડ, સ્થાનિક સંસ્થા દ્વારા જારી કરાયેલ વેન્ડિંગ પ્રમાણપત્ર અથવા ઓળખ કાર્ડ, બેંક ખાતાની વિગતો અને સરનામાના પુરાવાની જરૂર પડે છે.
મોદી સરકારની આ યોજના નાના વેપારીઓને વ્યાજખોરોના ચુંગલમાંથી બચાવીને તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું સાબિત થઈ રહી છે.
આ પણ વાંચોઃ US Election Result: 'અબ્દુલ હવે કાર્પેટ નહીં પાથરે!'અલ-સૈયદની જીત પર ઓવૈસીનું મોટું નિવેદન