અત્યાર સુધી તમારી સાથે એવું થતું હતું કે તમે બેંકમાં કોઇ ચેક જમા કર્યો તો તમારે 2 દિવસ સુધી રાહ જોવી પડતી હતી પણ હવે તેવું નહી થાય. હવે માત્ર 2 કલાકમાં જ તમારા ખાતામાં પૈસા જમા થઇ જશે. જી. હા આ વાત સાચી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચેક ક્લિયરન્સનો નિયમ બદલવાનો નિર્ણય કર્યો છે
ચેક ક્લિયરન્સની સમયમર્યાદા 2 વર્કીંગ ડે થી ઘટાડાશે
આગામી 4 ઓક્ટોબરથી ચેક ક્લિયરન્સના નિયમોમાં મહત્વનો બદલાવ ફેરફાર આવી રહ્યો ચે. 4 ઓક્ટોબરથી ચેક ક્લિયરન્સની સમયમર્યાદા 2 વર્કીંગ ડેથી ઘટાડીને માત્ર બેથી ત્રણ કલાક રહી જશે અને અહીં ચેક જમા કરાવ્યો અને 2 કલાકમાં તમારા ખાતામાં પૈસા આવી જશે
આરબીઆઇનો નવો નિયમ
હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચેક ટ્રાંજેક્શન સિસ્ટમને કન્ટીન્યુઅસ ક્લિયરીંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઇજેશનમાં પરિવર્તીત કરવાનું એલાન કર્યું છે. જેનાથી બેંકમાં ચેક ક્લિયર કરવાની સમય મર્યાદા 2 દિનથી ઘટાડી માત્ર કેટલાક કલાકો થઇ જશે કેન્દ્રીય બેંકે આ પગલું ચેક ક્લિયરીંગ સિસ્ટમને ગતિ પ્રદાન કરવા માટે લીધો છે જેથી ગ્રાહકોને ફાયદો થાય
તુરત જ ચેકને સ્કેન કરી ક્લિયરીંગ હાઉસમાં મોકલી દેવાશે
આરબીઆઇ તરફથી અપાયેલી જાણકારી મુજબ નવી સિસ્ટમ 2 ચરણમાં લાગુ કરાશે પહેલો તબક્કો 4 ઓક્ટોબર 2025થી 3 જાન્યુઆરી 2026 સુધી લાગુ થશે જ્યારે બીજો તબક્કો 3 જાન્યુઆરી બાદ લાગુ થશે. તેમાં સિંગલ પ્રેઝન્ટેશન સેશનથી તેનો પ્રારંભ કરાશે જેમાં સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી ચેક બેંકમાં જમા કરાવશો તો તુરત જ ચેકને સ્કેન કરી ક્લિયરીંગ હાઉસમાં મોકલી દેવાશે અને ત્યારબાદ ક્લિયરીંગ હાઉસ તે ચેકની ઇમેજને પૈસા ચુકવનારી બેંકને મોકલી દેશે અને ત્યારબાદ કન્ફોર્મેશન સેશન સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી થશે જેમાં પૈસા ચુકવનારી બેંકને તે ચેક પર સકારાત્મક યા નકારાત્મક કન્ફોર્મેશન આપવી પડશે.
ચેક ક્લિયર કરવા માટે આઇટમ એક્સપાયરી ટાઇમ સાંજે 7 વાગ્યાનો નિર્ધારીત કરાયો
મહત્વની વાત એ છે કે દરેક ચેકની એક આઇટમ એક્સપાયરી ટાઇમ હશે જે સમય સુધી કન્ફોર્મેશન આપવી અત્યંત આવશ્યક છે. આરબીઆઇએ કહ્યું કે આ સિસ્ટમના પહેલા તબક્કામાં તમામ બેંક માટે ચેક ક્લિયર કરવા માટે આઇટમ એક્સપાયરી ટાઇમ સાંજે 7 વાગ્યાનો નિર્ધારીત કરાયો છે. બીજા તબક્કામાં તે ઘટીને ત્રણ કલાકનો કરી દેવાશે જેનો મતલબ એ છે કે બેંકમાં ચેક જમા થતાં જ ત્રણ કલાકમાં તેને ક્લિયર કરવો પડશે. સીટીએસ આવ્યા બાદ ચેક પ્રેઝન્ટેશનની કોઇ એન્ટ્રી નહી કરાય













