ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની 3 દિવસીય નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 4 ફેબ્રુઆરી બુધવારથી શરૂ થશે. આ બેઠક વિકાસ-કેન્દ્રિત કેન્દ્રીય બજેટ, નીચા ફુગાવા અને તાજેતરમાં લાંબા સમયથી રાહ જોવાતી ભારત-અમેરિકા વેપાર કરારની રજૂઆત વચ્ચે થઈ રહી છે જેણે બાહ્ય અસ્થિરતાને દૂર કરી છે.
શું લોનને વધુ સસ્તી બનાવાશે?
નિષ્ણાતોના મતે ગયા વર્ષે ફેબ્રુઆરીથી RBI એ રેપો રેટમાં કુલ 1.25 ટકાનો ઘટાડો કર્યો છે અને હાલમાં વૃદ્ધિ કે ફુગાવા અંગે કોઈ મોટી ચિંતા નથી, તેથી વ્યાજ દર સ્થિર રાખી શકાય છે. જો કે, કેટલાક નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે લોનને વધુ સસ્તી બનાવવા માટે બીજો દર ઘટાડો શક્ય છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની 6 સભ્યોની નાણાકીય નીતિ સમિતિનો નિર્ણય શુક્રવારે જાહેર કરવામાં આવશે. એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે MPC રેપો રેટને હોલ્ડ પર રાખે તેવી શક્યતા છે અને આનાથી દર ઘટાડવાના ચક્રનો અંત આવી શકે છે.













