ભારતીયોમાં પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા માટે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાની જૂની આદત છે. નાણાંની સુરક્ષાની દ્રષ્ટિએ FD શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ સતત વધતા ફુગાવા સામે તેના પર મળતું વળતર અને વ્યાજ પર કપાતો ટેક્સ નફાને ઓછો કરી દે છે. જો તમે પણ જોખમ લીધા વિના FD કરતાં વધુ સારું વળતર અને ટેક્સ બચતનો લાભ મેળવવા માંગતા હો, તો 'SBI મ્યુચ્યુઅલ ફંડ'ની પસંદગીની ડેટ અને હાઇબ્રિડ સ્કીમ્સ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
FD કરતાં વધુ ઉત્તમ લિક્વિડિટી
SBI ની ડેટ સ્કીમ્સ એવા રોકાણકારો માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ માર્કેટનું જોખમ લીધા વગર સ્થિર વળતર મેળવવા ઈચ્છે છે. આ ફંડ્સ બેંક FD કરતાં વધુ ઉત્તમ લિક્વિડિટી (તરલતા) પૂરી પાડે છે, જેથી જરૂરિયાતના સમયે રોકાણકારો પોતાના પૈસા સરળતાથી ઉપાડી શકે છે.
તમારા રોકાણના સમયગાળા મુજબ SBI પાસે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે:
ટૂંકા ગાળા માટે (૩ થી ૧૨ મહિના): 'SBI સેવિંગ્સ ફંડ' (મની માર્કેટ ફંડ) એક સારો વિકલ્પ છે, જે ટ્રેઝરી બિલ અને કોમર્શિયલ પેપર જેવા અત્યંત સુરક્ષિત સાધનોમાં રોકાણ કરે છે.
મધ્યમ ગાળા માટે (૧ થી ૨ વર્ષ): 'SBI લો ડ્યુરેશન ફંડ' પસંદ કરી શકાય છે, જે શોર્ટ-ટર્મ કોર્પોરેટ બોન્ડ્સમાં નાણાંનું રોકાણ કરીને FD કરતાં વધુ સારું વળતર આપવાની ક્ષમતા ધરાવે છે.
લાંબા ગાળા માટે (૨ થી ૩ વર્ષ): 'SBI બેન્કિંગ અને PSU ફંડ' એક મજબૂત વિકલ્પ છે. આ ફંડ પોતાના કુલ ભંડોળનો ૮૦% થી વધુ હિસ્સો પ્રમુખ બેંકો, સરકારી સાહસો (PSU) અને ઉચ્ચ ક્રેડિટ રેટિંગ (AAA) ધરાવતી નાણાકીય સંસ્થાઓના બોન્ડમાં રોકે છે, જેથી જોખમ નહિવત થઈ જાય છે.
વ્યક્તિના ટેક્સ સ્લેબ મુજબ ચૂકવવો
શેરબજારની વધઘટથી દૂર રહેવા ઈચ્છતા લોકો માટે 'SBI આર્બિટ્રેજ ફંડ' અથવા 'કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ' પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બેંક FD ના વ્યાજ પર વ્યક્તિના ટેક્સ સ્લેબ મુજબ પૂરો ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણના સમયગાળા અને નિયમો અનુસાર નોંધપાત્ર કર રાહત મળી રહે છે.
(ડિસ્ક્લેમર: આ લેખ માત્ર માહિતીના હેતુ માટે છે અને તેને નાણાકીય કે રોકાણ સલાહ તરીકે લેવો નહીં. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી.)
આ પણ વાંચોઃ Bangladesh ની નવી ટ્રેન ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં કેમ? કારણ જાણીને તમે પણ ચોંકી જશો