શેરબજારે ફરી એકવાર પોતાની ગતિ ગુમાવી દીધી છે. ભારે અસ્થિરતા બાદ, સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે BSE સેન્સેક્સ લગભગ 430 પોઈન્ટના ઘટાડા સાથે 72,638.70 પર બંધ થયો હતો. બીજી તરફ, NSE નિફ્ટી 173.05 પોઈન્ટ ઘટીને 22,603.05 પર બંધ થઈ હતી.

શેરબજારમાં ઘટાડો 

બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ  429.11 પોઇન્ટના ઘટાડા સાથે 72,638.70 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 173.05 પોઇન્ટના ઘટાડા સાથે 22,603.05 અંકે બંધ થયો. 

સેન્સેક્સની 30 કંપનીઓનું પ્રદર્શન

સેન્સેક્સમાં સામેલ 30 કંપનીઓ પૈકી ટાઇટન, એશિયન પેઇન્ટ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, મારુતિ, એક્સિસ બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલના શેરમાં વધારો નોંધાયો હતો.

આજે કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ અને ICICI બેંક સૌથી વધુ વધારો નોંધાવનારા શેરોમાં સામેલ હતા. બીજી તરફ, ટાઇટન કંપની, ભારત ઈલેક્ટ્રોનિક્સ અને એશિયન પેઈન્ટ્સ આજે સૌથી વધુ ઘટાડો નોંધાવનારા શેરોમાં હતા. આ અહેવાલ લખાય છે તે સમયે, GIFT નિફ્ટી 164 પોઈન્ટના ઘટાડા સાથે 22,610 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE 150 મિડકેપ ઈન્ડેક્સ 0.6% ઘટીને અને BSE 250 સ્મોલકેપ ઈન્ડેક્સ 0.04% વધીને ટ્રેડ થઈ રહ્યો છે. આજે વિવિધ ક્ષેત્રીય સૂચકાંકોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું; રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જ્યારે ટેલિકોમ્યુનિકેશન અને વીમા ક્ષેત્રના શેરોમાં ખરીદીનો રસ જોવા મળ્યો હતો.રૂપિયો યુએસ ડોલર સામે 96.7 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.


આ પણ વાંચો:  RBI Repo Rate: લોન લેનારાઓને ઝટકો... RBIએ 0.25 ટકાનો રેપોરેટમાં કર્યો વધારો