ગુરુવારે 29 જાન્યુઆરીએ એશિયન બજારોના સુસ્ત સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યા. શરૂઆતમાં તીવ્ર ઘટાડા બાદ, બજાર મજબૂત રિકવરી સાથે લીલા રંગમાં પાછું ફર્યું. રોકાણકારોએ 2025-26 ના આર્થિક સર્વેક્ષણની રજૂઆતથી સકારાત્મક સંકેતો લીધા. ખાનગી બેંકોના શેરોમાં ખરીદીથી પણ બજારને ટેકો મળ્યો.
શેરબજારમાં તેજી
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 82,368 પોઈન્ટ પર લગભગ ફ્લેટ ખુલ્યો, પરંતુ તરત જ ઘટાડો થયો. જોકે, તે 1 વાગ્યા પછી સુધર્યો. બપોરે 2 વાગ્યે, તે 238.92 પોઈન્ટ અથવા 0.29 ટકા વધીને 82,583.60 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બપોરે 3.30 કલાકે 198 પોઇન્ટના વધારા સાથે 82,543.42 અંકે બંધ થયો.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 25,345 પર ખુલ્યો અને ખુલતાની સાથે જ 25,300 ની નીચે સરકી ગયો. જોકે, બપોરે 2 વાગ્યે, તે 25,423.50 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 80.75 પોઈન્ટ અથવા 0.32 ટકા વધીને 25,423.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે બપોરે 3.30 કલાકે નિફ્ટી +73.90 (0.29%) પોઇન્ટના વધારા સાથે 25,416.65 અંકે બંધ થયો.
વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ?
ચેરમેન જેરોમ પોવેલના નેતૃત્વમાં યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દર 3.5% થી 3.75 % ની રેન્જમાં સ્થિર રાખ્યા હતા. આના કારણે એશિયન શેરબજારોમાં ઘટાડો થયો. છેલ્લા અપડેટમાં, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૦.૪૬% નીચે હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.58 % નીચે હતો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ ૦.૮ ટકા નીચે ખુલ્યો હતો.
બુધવારે યુએસ શેરબજારો લગભગ ફ્લેટ બંધ થયા હતા. ચિપ શેરોમાં વધારાને કારણે નાસ્ડેકમાં થોડો વધારો થયો. યુએસ ફેડે વ્યાજ દરો યથાવત રાખ્યા હોવાથી અને વ્યાજ દરો ક્યારે ઘટાડવામાં આવશે તેનો સ્પષ્ટ સંકેત ન આપતાં રોકાણકારોની પ્રતિક્રિયા મર્યાદિત હતી. S&P 500 ઇન્ડેક્સ 6,978.03 પર ફ્લેટ બંધ થયો, નાસ્ડેક કમ્પોઝિટ 0.17 ટકા વધીને 23,857.45 પર બંધ થયો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ પણ લગભગ અપરિવર્તિત 49,015.60 પર બંધ થયો.
Ajit Pawar Plane Crash: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત, જુઓ પ્લેન ક્રેશનો વીડિયો