જો તમે આગામી અઠવાડિયે ટ્રેડિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો સાવધાન! આવતા અઠવાડિયે બજારમાં એક દિવસ ઓછો ટ્રેડિંગ થશે. શનિવાર અને રવિવારની રજા બાદ કામકાજના દિવસોમાં પણ એક રજા આવી રહી છે.
શેરબજારમાં આ દિવસોમાં રજા
આંબેડકર જયંતી નિમિત્તે, 14 એપ્રિલે મુખ્ય એક્સચેન્જો (NSE અને BSE) પર કોઈ કામકાજ થશે નહીં. આ દિવસે શેરની ખરીદી અને વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. આમ, આગામી અઠવાડિયે રોકાણકારો માત્ર 4 દિવસ જ ટ્રેડિંગ કરી શકશે. કોમોડિટી માર્કેટ પર પણ આની અસર જોવા મળશે જે મુજબ MCXમાં સવારનું સત્ર બંધ રહેશે, પરંતુ સાંજે ટ્રેડિંગ ફરી શરૂ થશે. NCDEXમાં આખો દિવસ બંને સત્રમાં ટ્રેડિંગ બંધ રહેશે.
વર્ષ 2026માં કુલ 16 રજાઓ નક્કી
વર્ષ 2026માં કુલ 16 રજાઓ નક્કી કરવામાં આવી છે, જેમાંથી 6 રજાઓ વીતી ચૂકી છે. આગામી મુખ્ય રજાઓ આ મુજબ છે જેમાં 1 મે મહારાષ્ટ્ર દિવસ,28 મે બકરી ઈદ, 26 જૂન મુહર્રમ, 14 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી, 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, 20 ઓક્ટોબર દશેરા, 10 નવેમ્બર, દિવાળી, 24 નવેમ્બર ગુરુ નાનક જયંતિ અને ૨૫ ડિસેમ્બર નાતાલ.
યાદ રાખો 'વીકેન્ડ' રુલ!
શેરબજાર દર શનિવાર અને રવિવારે બંધ રહે છે. સોમવાર થી શુક્રવાર સુધી જ બજારમાં કામકાજ થાય છે. તેથી, કોઈપણ ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવતી વખતે આ સાપ્તાહિક રજાઓ અને જાહેર રજાઓને ધ્યાનમાં રાખવી હિતાવહ છે.રોકાણકારોએ આ રજાઓના લિસ્ટને પોતાની પાસે સેવ રાખવું જોઈએ જેથી એન ટાઈમે કોઈ ટ્રેડિંગ તક ચૂકી ન જવાય!
આ પણ વાંચો: Business News: તેલ કંપનીઓને મોટો ફટકો, સરકારે ડીઝલ પરની નિકાસ ડ્યુટીમાં કર્યો ધરખમ વધારો