શેરબજાર આજે તોફાની તેજી સાથે ખૂલ્યું. સોના-ચાંદીમાં ભાવ વધારા બાદ બજારમાં પણ જોરદાર રોનક જોવા મળી. બજાર ખુલવાના આરંભે બંને સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર ઉછાળો સાથે ખૂલ્યા. મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં, ભારતીય સૂચકાંકો 11 નવેમ્બરના રોજ ઊંચા સ્તરે ખુલ્યા. સેન્સેક્સ 100 પોઈન્ટ વધી 82,322.94ના અંકે ખૂલ્યો. જયારે આ જ સમયે નિફ્ટી 25,300 ના સ્તરથી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. ભાઈબીજના દિવસે બજારની બલ્લે...બલ્લે..
શેરબજારમાં તેજી સાથે શરૂઆત
તેલના ભાવમાં ઘટાડો અને વૈશ્વિક ચિપ શેરોમાં નુકસાનને કારણે સ્થાનિક IT શેરોના દેખાવમાં સુધારો થયો. શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જ્યાં સેન્સેક્સના તમામ 30 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઈન્ડિગોથી લઈને ટાઇટન સુધીના શેરો 0.45 થી 3.48ટકાની વચ્ચે મજબૂતી બતાવી રહ્યા છે. આ તેજીના કારણે રોકાણકારોએ માત્ર એક જ મિનિટમાં આશરે ₹5 લાખ કરોડનો નફો મેળવ્યો છે, કારણ કે BSE-લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ₹506 લાખ કરોડથી વધીને ₹511 લાખ કરોડને પાર થઈ ગયું છે.
આજે ફોકસમાં રહેશે આ દિગ્ગજ કંપનીઓના શેર
આજે ટાટા પાવર, ક્યુપિડ, હિન્દુસ્તાન કોપર અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) જેવા શેરો ખાસ રોકાણકારોના ફોકસમાં રહેશે. આ તમામ કંપનીઓ આજે તેમના બીજા ક્વાર્ટર (Q2) ના નાણાકીય પરિણામો જાહેર કરવાની છે, જેના પર બજારની વિશેષ નજર રહેશે.
વોલ સ્ટ્રીટની સ્થિતિ અને યુએસ બજારમાં નફા બુકિંગ
સોમવારે થયેલી તીવ્ર તેજી બાદ, મંગળવાર, 11 નવેમ્બરના રોજ યુએસ બજારના બેન્ચમાર્ક સૂચકાંકોમાં નફાની બુકિંગ (Profit Booking) જોવા મળી હતી. ટ્રેડિંગ સત્ર દરમિયાન 350 પોઇન્ટ સુધી ઘટીને આખરે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 160 પોઇન્ટ ઘટીને બંધ થયો હતો. આ ઉપરાંત, નાસ્ડેક 0.7% ઘટીને બંધ રહ્યો હતો, જ્યારે એસ એન્ડ પી 500 (S&P 500) એ ઇન્ટ્રાડે નુકસાનનો ભાગ ઘટાડ્યો હોવા છતાં અંતે 0.4 % ના ઘટાડા સાથે બંધ થયો હતો.
એશિયન બજારોનું મિશ્ર પ્રદર્શન
એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. દક્ષિણ કોરિયાના બેન્ચમાર્ક કોસ્પી (KOSPI) ઇન્ડેક્સમાં 0.49% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેક ઇન્ડેક્સ બુધવારે શરૂઆતના વેપારમાં 2.1% સુધી તૂટ્યો હતો. બીજી બાજુ, જાપાનનો નિક્કી 225 (Nikkei 225) 0.28% અને વ્યાપક ટોપિક્સ ઇન્ડેક્સ 0.65% વધીને ટ્રેડ થઈ રહ્યા છે. તાઇવાનનું શેરબજાર પણ લીલા રંગમાં ખુલ્યું હતું, જ્યાં બુધવારે તાઇએક્સ ઇન્ડેક્સ 1% વધીને 43,150.41 ની સપાટી પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો : Petrol Diesel Price Today: વૈશ્વિક બજારમાં તેલના ભાવ ઘટ્યા, પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઇ જ ફેરફાર નહીં