આજે શેરબજારની શરૂઆત સકારાત્મક રહી હતી. BSEનો 30-શેરનો બેન્ચમાર્ક સૂચકાંક, સેન્સેક્સ, 100થી વધુ પોઈન્ટના વધારા સાથે 74648 ના સ્તરે ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો ૫૦-શેરનો બેન્ચમાર્ક સૂચકાંક, નિફ્ટી, 23 પોઈન્ટના વધારા સાથે 23352 ના સ્તરે કારોબારની શરૂઆત કરી હતી.
શેરબજારમાં તેજી
ભારતીય શેરબજારની શરૂઆત લીલા નિશાનમાં થઇ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યો. સવારે 9.32 કલાકે સેન્સેક્સ +106.40 પોઇન્ટના વધારા સાથે 74,635.48 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 45.85 પોઇન્ટના વધારા સાથે 23,374.85 અંકે ખૂલ્યો.
ગિફ્ટ નિફ્ટી (GIFT Nifty) 23337ની આસપાસ ટ્રેડ થઈ રહી હતી જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ ભાવ કરતાં લગભગ 57 પોઈન્ટ નીચે છે. જોકે, બજારના નિષ્ણાતોના મતે, ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ અને એશિયન બજારોમાં જોવા મળતો ઉછાળો સ્થાનિક બજારને થોડો ટેકો પૂરો પાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે બજારે અગાઉના દિવસે મેળવેલો નફો ગુમાવ્યો હતો. ટેક્નોલોજી, ફાઇનાન્શિયલ અને FMCG શેરોમાં વેચવાલીના દબાણને કારણે સેન્સેક્સ અને નિફ્ટી પર અસર પડી હતી. નિફ્ટી 0.36 ટકા ઘટીને 23329 પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 0.44 (અથવા 329 પોઈન્ટ) ઘટીને 74529 પર બંધ થયો હતો. જોકે, ટ્રેડિંગ સત્ર દરમિયાન બજારે નીચલા સ્તરેથી થોડી રિકવરી પણ દર્શાવી હતી. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ ઘટાડા સાથે (લાલ નિશાનમાં) બંધ થયા હતા.
IPO આજે કયા ખૂલી રહ્યા છે
પ્રાઈમરી માર્કેટ માટે બુધવાર વ્યસ્ત દિવસ રહેવાની શક્યતા છે, કારણ કે સબ્સ્ક્રિપ્શન માટે કુલ નવ IPO ખૂલી રહ્યા છે. મેઈનબોર્ડ સેગમેન્ટમાં ખૂલનારા IPOમાં Adroit Industries, Elevate Campuses, Swastika Infra અને ArMee Infotechનો સમાવેશ થાય છે. SME સેગમેન્ટમાં ખૂલનારા IPOમાં Unitec Fibres, S.K. Offset, Liqvd Digital, Pooja Logistics અને Coreintegra Consultingનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, Varmora Granito, Anand Seamless અને Himalaya Nutravedicsના IPO માટે બીજા દિવસે પણ બિડિંગ ચાલુ રહેશે. બુધવાર એ Robokidz Eduventures અને FX Multitechના IPO માટે સબ્સ્ક્રિપ્શનનો અંતિમ દિવસ પણ રહેશે.
આ IPO આજે લિસ્ટ થશે
આજે પ્રાઇમરી માર્કેટમાં ત્રણ કંપનીઓના શેરનું બજારમાં આગમન થશે. બુધવારે સ્ટોક એક્સચેન્જો પર SS રિટેલ, જિંદાલ સુપ્રીમ અને હીરો મોટર્સના શેર લિસ્ટ થશે.
આ પણ વાંચો TRAI new Rules for Telecom Companies: મોબાઇલ યુઝર્સ માટે મોટી ખુશખબર! ડેટા વગર પણ મળશે સસ્તું રિચાર્જ