શુક્રવારે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યું.  એશિયન બજારોના મિશ્ર સંકેતો અને આર્થિક પરિસ્થિતિ અંગે રોકાણકારોની ચિંતાઓને કારણે બજારમાં હળવું દબાણ જોવા મળ્યું. રોકાણકારો આજે સાંજે જાહેર થનારા Q2FY26 ના GDP ડેટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે દેશની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરશે.


લીલા નિશાનમાં માર્કેટ ખૂલ્યું 


સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 68.95 પોઇન્ટના વધારા સાથે  85,789.33 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 12.05 પોઇન્ટના નજીવા વધારા સાથે 26,227.60 અંકે ખૂલ્યું.  ઉલ્લેખનીય છે કે  ગુરુવારે, બંને મુખ્ય સૂચકાંકો ઇન્ટ્રાડે ટ્રેડમાં નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા. સેન્સેક્સ 86,000 ને વટાવી ગયો અને નિફ્ટી 26,300 ને વટાવી ગયો હતો. 


વૈશ્વિક સંકેતો શું કહે છે? 

એશિયા-પેસિફિક બજારો મિશ્ર રહ્યા. યુ.એસ.માં થેંક્સગિવિંગને કારણે સ્ટોક ફ્યુચર્સ ફ્લેટ રહ્યા. નાસ્ડેક કમ્પોઝિટ તેના સાત મહિનાના ફાયદાના સિલસિલાને તોડવા માટે તૈયાર દેખાયો.

ટોક્યોમાં ઓક્ટોબર માટે ફુગાવાના ડેટા જાહેર કરવામાં આવ્યા. હેડલાઇન ફુગાવો 2.7% રહ્યો, જે સપ્ટેમ્બરના 2.8% કરતા થોડો ઓછો હતો. કોર ફુગાવો (તાજા ખોરાક, ઊર્જા સહિત) 2.8% હતો, જે અપેક્ષાઓ કરતાં થોડો વધારે હતો.

જાપાનનો નિક્કી 225 0.15% ઘટ્યો, જ્યારે ટોપિક્સ સ્થિર રહ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.61% ઘટ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 નજીવો વધ્યો.


વધુ વાંચો- Ditwah Cyclone Alert: સાવધાન! આવી રહ્યું છે વધુ એક ચક્રવાત..આ 4 રાજ્યોમાં વરસાદની ચેતવણી

  • Follow us on: