ચક્રવાત દિતવાહ અને નબળા પડી રહેલા સેન્યારની સંયુક્ત અસરોને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા વધી ગઈ છે. બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન દિતવાહમાં વધુ તીવ્ર બન્યું છે અને ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં ચેતવણી આપી છે.

વાવાઝોડું શ્રીલંકાના પોટ્ટુવિલ નજીક રચાયું હતું : IMD

ચક્રવાત સેન્યારના નબળા પડ્યા બાદ બંગાળની ખાડીમાં બીજું એક નવું વાવાઝોડું લેન્ડફોલ કરી રહ્યું છે. આ વાવાઝોડાને દિત્વાહ કહેવામાં આવે છે. આ કારણે, હવામાન વિભાગે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી વગેરે દરિયાકાંઠાના જિલ્લાઓને સતર્ક રહેવા ચેતવણી આપી છે. બંગાળની ખાડી પરના નીચા દબાણવાળા વિસ્તાર ગુરુવારે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાને કારણે આગામી 2-3 દિવસ સુધી ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશના અન્ય ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.

https://twitter.com/ANI/status/1994163786555773033

ચક્રવાત દિતવાહ ભારત તરફ કેવી રીતે આગળ વધ્યુ ?

ચક્રવાત દિતવાહ માટે ગુરુવારે પૂર્વ-ચક્રવાત ચેતવણી જાહેર કરવામાં આવી હતી. તે દિવસની શરૂઆતમાં દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન તરીકે રચાયા પછી ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. શ્રીલંકાના પોટ્ટુવિલ નજીક વાવાઝોડું રચાયું હતું, જે બટિકલોઆથી લગભગ 90 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી લગભગ 700 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં છે

30 નવેમ્બર સુધીમાં તમિલનાડુ-પુડુચેરીની નજીક પહોંચશે 

. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત દિટવાહ ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે અને 30 નવેમ્બરની શરૂઆતમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક સમુદ્ર સુધી પહોંચશે.

https://twitter.com/ANI/status/1994246121389215876

અહીં અપાયું એલર્ટ 

હવામાન વિભાગે ચેન્નાઈ અને તેના પડોશી જિલ્લાઓ જેમ કે તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે, જેમાં આગામી બે દિવસમાં 20 સેમી સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન, ચેન્નાઈ, કુડ્ડલોર, નાગપટ્ટિનમ, એન્નોર, કટ્ટુપલ્લી, પુડુચેરી અને કરાઈકલ બંદરો માટે 4 ડિગ્રીની ચેતવણી આપવામાં આવી છે. પંબન અને તુતીકોરીન બંદરો માટે પણ 3 ડિગ્રીની ચેતવણી આપવામાં આવી છે.

તમિલનાડુથી તેલંગાણામાં વરસાદની ચેતવણી

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 27 થી 30 નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વધુમાં 28 અને 29 નવેમ્બરે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમા પ્રદેશોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. વધુમાં 30 નવેમ્બરે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે.

વધુમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન કેરળમાં ભારે વરસાદ પડવાની આગાહી છે, જ્યારે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર દરમિયાન તેલંગાણામાં વરસાદ પડી શકે છે. 29 નવેમ્બરે દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરીને જણાવ્યું છે કે તમિલનાડુ, કેરળ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે. આંદામાન ક્ષેત્રમાં, 27 થી 29 નવેમ્બર દરમિયાન 30-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયાના સંકેત છે.


વધુ વાંચો- Shani Gochar: 2026માં આ 3 રાશિ પર વરસશે શનિદેવની કૃપા, વધી જશે બેંક બેલેન્સ!