આજે શેરબજારની શરૂઆત ધીમી રહી હતી. BSEનો 30-શેરનો બેન્ચમાર્ક સૂચકાંક, સેન્સેક્સ, નજીવા ઘટાડા સાથે 72,441ના સ્તરે ખુલ્યો હતો. જોકે, માત્ર પાંચ મિનિટમાં જ તે 98 પોઈન્ટ વધીને 72,628 પર પહોંચ્યો હતો. NSEનો 50-શેરનો નિફ્ટી પણ 22,665 પર ખુલ્યો હતો, વધીને 22,728 સુધી પહોંચ્યો હતો અને હાલમાં 9 પોઈન્ટ ઘટીને 22,707 પર ટ્રેડ કરી રહ્યો છે.

શેરબજારની ધીમી શરૂઆત

બુધવારે, 30 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત ધીમી રહી.  GIFT નિફ્ટીના સંકેતો સ્થાનિક બજાર માટે નબળી શરૂઆત સૂચવે છે. જોકે, એશિયન બજારોમાં જોવા મળેલો પ્રારંભિક ઉછાળો ભારતીય બજારને થોડો ટેકો પૂરો પાડી શકે છે. રોકાણકારો ક્રૂડ ઓઈલના ભાવ, વૈશ્વિક બોન્ડ યીલ્ડ અને વિદેશી બજારોના સંકેતો પર નજીકથી નજર રાખશે.

શેરબજારનો મિશ્ર પ્રતિસાદ

સવારે 9.32 કલાકે સેન્સેક્સ 120.07 પોઇન્ટના ઉછાળા સાથે 72,649.14 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી  29.35 પોઇન્ટના ઘટાડા સાથે 22,686.85 અંકે ખૂલ્યો. એટલે કે આજે શેરબજારની શરૂઆત મિશ્ર પ્રતિસાદ સાથે થઇ 

GIFT Nifty તરફથી કેવા સંકેતો મળી રહ્યા છે?

બુધવારે સવારે GIFT Nifty 22800ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહી હતી. આ સ્તર Nifty ફ્યુચર્સના અગાઉના બંધ ભાવ કરતાં લગભગ 29 પોઈન્ટ નીચું હતું, જે ભારતીય બજાર માટે સપાટ અથવા સહેજ નબળી શરૂઆતના સંકેત આપે છે. જોકે, શરૂઆતના સંકેતો સમગ્ર દિવસ દરમિયાન બજારના વલણની ખાતરી આપતા નથી. સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને આધારે ટ્રેડિંગ દરમિયાન બજારની દિશા બદલાઈ શકે છે. 

આ પણ વાંચો TRAI new Rules for Telecom Companies: મોબાઇલ યુઝર્સ માટે મોટી ખુશખબર! ડેટા વગર પણ મળશે સસ્તું રિચાર્જ