20 જાન્યુઆરી એશિયન બજારોના સુસ્ત સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યા. વૈશ્વિક રોકાણકારો વધતા ભૌગોલિક રાજકીય તણાવ અંગે સાવધ છે. સ્થાનિક સ્તરે, રોકાણકારો અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરાર પર સ્પષ્ટતા માટે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

લાલ નિશાનમાં ખૂલ્યુ શેરબજાર 


30  શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ  83207 પર નજીવો ઘટાડો નોંધાવીને ખુલ્યો. ખુલ્યા પછી પણ ઇન્ડેક્સ સુસ્ત રહ્યો. સવારે 9.30  વાગ્યે, તે 255 પોઈન્ટ અથવા ૦.૦૩ ટકા ઘટીને 82,990 પર ટ્રેડ કરી રહ્યો હતો.

તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી ૫૦ 25580  પર ફ્લેટ ખુલ્યો. સવારે ૯:૨૦ વાગ્યે, તે 88.50  પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા ઘટીને 25,497.00  પર ટ્રેડ કરી રહ્યો હતો.


વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ? 

મંગળવારે એશિયન શેરબજારોમાં ઘટાડો ચાલુ રહ્યો. જાપાનના નિક્કી ૨૨૫ અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. વડા પ્રધાન સનાએ તાકાઈચીએ આવતા મહિને વહેલી ચૂંટણીની યોજનાની સત્તાવાર જાહેરાત કરતા જાપાની શેરબજારો પણ દબાણ હેઠળ રહ્યા. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડે નિમિત્તે સોમવારે વોલ સ્ટ્રીટ બંધ રહ્યું.


BMC Election Results: મારુ ઘર તોડનારાને જનતાને પાઠ ભણાવ્યો, ઉદ્ધવ ઠાકરેની હાર પર બોલી કંગના રનોત