ગયા અઠવાડિયે શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીને કારણે દેશની ટોચની કંપનીઓના વેલ્યુએશનમાં પણ નોંધપાત્ર વધારો થયો. ટોચની 10 કંપનીઓમાંથી 8 કંપનીઓના વેલ્યુએશનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ડેટા દર્શાવે છે કે આ કંપનીઓના કુલ બજાર વેલ્યુએશનમાં રૂપિયા 413,003.23 કરોડનો વધારો થયો છે.
ઈન્ફોસિસના વેલ્યુએશનમાં ઘટાડો થયો
HDFC બેન્ક અને ICICI બેન્કને સૌથી વધુ ફાયદો થયો છે. રિપોર્ટ મુજબ ટોચની 10 કંપનીઓમાં HDFC બેન્ક, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ICICI બેન્ક, TCS, બજાજ ફાઈનાન્સ, L&T અને HULને ફાયદો થયો છે, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસિસના વેલ્યુએશનમાં ઘટાડો થયો છે.
કઈ કંપનીએ કેટલો નફો કર્યો?
- દેશની સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા HDFC બેન્કનું વેલ્યુએશન રૂ. 91,282.67 કરોડ વધ્યું, જેનાથી તેનું કુલ માર્કેટ વેલ્યુએશન રૂ. 12,47,478.57 કરોડ થયું.
- દેશની બીજી સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા ICICI બેન્કનું વેલ્યુએશન રૂ. 76,036.36 કરોડ વધીને રૂ. 9,46,741.85 કરોડ થયું.
- દેશની સૌથી મોટી NBFC કંપની બજાજ ફાઈનાન્સનું વેલ્યુએશન 60,980.35 કરોડ રૂપિયા વધીને 5,75,206.47 કરોડ રૂપિયા થયું.
- દેશની સૌથી મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની L&Tનું માર્કેટ વેલ્યુએશન રૂ. 47,624.97 કરોડ વધીને રૂપિયા 5,44,736.59 કરોડ થયું.
- દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન 45,873.43 કરોડ રૂપિયા વધીને 10,66,293.69 કરોડ રૂપિયા થયું.
- દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ ઓફ ઈન્ડિયાનું માર્કેટ વેલ્યુએશન રૂપિયા 43,614.67 કરોડ વધીને રૂપિયા 9,84,629.98 કરોડ થયું.
- દેશની સૌથી મોટી IT કંપની TCSનું માર્કેટ કેપ 26,303.49 કરોડ રૂપિયા વધીને 9,13,331.92 કરોડ રૂપિયા થયું.
- દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ વેલ્યુએશન 21,287.29 કરોડ રૂપિયા વધીને 5,06,477.89 કરોડ રૂપિયા થયું.
- બીજી તરફ, દેશની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક ઈન્ફોસિસનું માર્કેટ કેપ 3,285.03 કરોડ રૂપિયા ઘટીને 5,24,124.40 કરોડ રૂપિયા થયું.
- દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું વેલ્યુએશન 947.28 કરોડ રૂપિયા ઘટીને 18,27,086.79 કરોડ રૂપિયા થયું.
આ પણ વાંચો : Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને! જાણો ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું થયો ફેરફાર?