સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે, સ્થાનિક શેરબજાર આજે અઠવાડિયાના પહેલા દિવસે બમ્પર ઉછાળા સાથે શરૂ થયું. સોમવારના દિવસે બજારની સકારાત્મક શરૂઆત થઈ. બજારના આરંભે 9.30ના સમયે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો.  બજારની તેજી સાથે શરૂઆત થતા રોકાણકારોમાં ખુશીનો માહોલ.

બજાર લીલા નિશાન સાથે ખૂલ્યું

આજે બજાર લીલા નિશાન સાથે ખૂલ્યું. બજેટ બાદ સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ +327.93 (0.39%)ના વધારા સાથે 83,908.33ના સ્તર પર ખૂલ્યો. જયારે આ જ સમયે નિફ્ટી +108.15 (0.42%)ના વધારો સાથે 25,801.85ના અંકે ખૂલ્યો. શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યુ હતું. જેનું મુખ્ય કારણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા તેની નીતિ જાહેર કરવામાં આવ્યા પછી પસંદગીના દિગ્ગજ શેરબજારોમાં ખરીદી હતી. સેન્સેક્સ 266 પોઈન્ટ વધીને 83,580 અને નિફ્ટી 50 પોઈન્ટ વધીને 25,693 પર બંધ થયો.

બજારમાં આ શેરના ભાવમાં વધઘટ

બજારમાં તેજીની અસર દેખાઈ. આજે શેરબજારમાં કેટલાક શેરના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેર ૬.૨૫% ના બમ્પર ઉછાળા સાથે સૌથી વધુ વધ્યા છે. ટાઇટન પણ ૧.૮૨ ટકા વધ્યો છે. એટરનલ ૧.૪૫ ટકા, કોટક બેંક ૧.૪૪ ટકા, બીઈએલ ૧.૩૪ ટકા, ટાટા સ્ટીલ ૧.૧૨ ટકા વધ્યો છે. પાવર ગ્રીડ, આઈટીસી, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર સૌથી વધુ ઘટ્યા છે.

બજારની સોના ચાંદીના ભાવ પર અસર

ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલતા સોના ચાંદીના ભાવમાં પણ અસર દેખાઈ હતી. સોનાચાંદીના ભાવ ઘટ્યા હતા. નવા સપ્તાહના પહેલા દિવસે પણ સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો છે. સોમવાર, 9 ફેબ્રુઆરી સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 156740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.

વૈશ્વિક શેરબજારની સ્થિતિ

જાપાનના વડા પ્રધાન સના તાકાચીના ઐતિહાસિક વિજય પછી એશિયન બજારોમાં તેજી જોવા મળી. જાપાનનો નિક્કી 225 5.6 ટકા ઉછળીને પહેલી વાર 57,000 ને પાર કરી ગયો. નિફ્ટી ફ્યુચર્સ ૨૫,૯૪૭ ની આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા. જે  ભારતીય શેરબજાર સૂચકાંકો માટે મજબૂત શરૂઆત સૂચવે છે. શુક્રવારે યુએસ શેરબજારો ઊંચા સ્તરે બંધ થયા, જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ઐતિહાસિક ૫૦,૦૦૦ ના સ્તરથી ઉપર ગયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૨.૪૭ ટકા વધીને ૫૦,૧૧૫.૬૭ પર બંધ થયો, જે અત્યાર સુધીનો સૌથી વધુ બંધ સ્તર છે. 


આ પણ વાંચો : Stock Market Today : સોના ચાંદીથી શેર બજાર સુધી, અચાનક માર્કેટમાં ઘટાડો કેમ ?