વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન પહેલા કરતા વધુ મોંઘુ થઈ રહ્યું છે કારણકે ભારતીય રૂપયો સતત કમજોર પડી રહ્યો છે. આજના લેખમાં જાણીએ કઈ રીતે યુએસ ડિગ્રી 10 કરોડ રૂપિયાનું નુકસાન કરી શકે છે.

ડોલર સામે રૂપિયાની નબળાઈ

માતાપિતા માટે વિદેશમાં અભ્યાસનો ખર્ચ વધારે મોંઘો અને મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે અને એનું કારણ છે ભારતમાં ડોલર સામે રૂપિયાના ઝડપી નબળાઇ. હાલના તબક્કે ડોલર સામે ભારતીય રૂપિયાની સરખામણી કરીએ તો રૂપિયો 90ના આંકડાને ક્રોસ કરી ગયો છે જે ડોલર સામે તેની સૌથી મહત્તમ સપાટી પર નબળો પડ્યો છે. આનાથી ભવિષ્યના નુક્સાનનો એક અંદાઝ લગાવી શકાય છે કે આજે ડિગ્રી જેટલા ખર્ચ પછી મળી રહી છે 15-16 વર્ષ પછી તેની કિમત દસ ગણી વધી જશે.

લાંબા ગાળે રૂપિયો થશે વધારે નબળો

એક ઇંસ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કરીને આ બાબતે ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે કેવી રીતે વિદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચો 10 કરોડના આંકડા સુધી પહોંચી જશે એ પાછળ ભવિષ્યનું ગણિત રહેલું છે. આ યુઝરે આ બાબતે પોસ્ટ કરીને માહિતી આપતા કહ્યું કે આવતા વર્ષે ડોલર સામે રૂપીયો કેટલો નબળો પડશે એ ચોક્કસ કહી શકાય નહીં પરંતુ લાંબા ગાળે, દરેક ભારતીયે 24% ચલણના અવમૂલ્યનને ધ્યાનમાં રાખીને તેમના બાળકના વિદેશ અભ્યાસનું આયોજન કરવું જોઈએ કેમ કે લાંબા ગાળે રૂપિયો ડોલર સામે વધારે નબળો પડી શકે છે.

વિદેશમાં અભ્યાસનો ખર્ચ કેમ વધેશે?

આ યુઝરે સોશિયલ મીડિયામાં સમજાવ્યું કે વિદેશમાં અભ્યાસનો ખર્ચ ફક્ત ફી પૂરતો સીમિત નથી આ ખર્ચો એક મોટી રકમમાં પરિવર્તિત થઈ જાય છે જ્યારે તેમાં ખર્ચ, વીમો, મુસાફરી, ટેકનોલોજી અને ડોલરમાં તમામ નાની મોટી ચુકવણીઓ જેવા ઘણા પરિબળોનો ઉમેરો થાય છે. વિદેશમાં અભ્યાસના ખર્ચા સાથે જ્યારે ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે, ત્યારે આ ખર્ચો વધારે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, આજે ₹2.5 કરોડના ખર્ચ પછી મળતી ડિગ્રી 15-16 વર્ષ પછી લગભગ ₹10 કરોડના ખર્ચ પછી મળી શકે છે.

આ પણ વાંચો: Silver Price Crash: ચાંદીના ભાવમાં મોટો કડાકો, અચાનક 4000 રૂપિયાનો નોંધાયો ઘટાડો! જાણો આજના નવા રેટ