સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલે સલાહ આપી છે કે, જો આ દવાઓ પર લગાવવામાં આવનાર ટેક્સ જો ઓછા કરવામાં આવે તો કંપનીઓને આ સામગ્રીઓ સસ્તા ભાવે મળી શકે છે. અને તેનો ફાયદો દર્દીઓને થશે. અને સાથે ભારતમાં દવા બનાવનાર કંપનીઓની કિંમત પણ ઘટશે. જો પેનલની ભલામણ લાગૂ થઇ જશે તો દવાઓની કિંમત ઘટશે. દવાઓની કિંમતને કંટ્રોલ કરવા માટે અને ભારતમાં હેલ્થકેરને સસ્તા બનાવવા માટે આ પગલા લેવાઇ શકે છે.


દર્દીઓને થશે ફાયદો

સરકારી પેનલે જણાવ્યુ છે કે, દવા પરનો ટેક્સ ઓછો કરી શકાય છે. તો કંપનીઓને સામગ્રી સસ્તી આપવામાં આવશે. તેનો ફાયદો સીધો દર્દીઓને થશે. તો સાથે કંપનીઓના દરમાં પણ ઘટાડો જોવા મળશે. આ નિર્ણય એ દવાઓ માટે કેન્દ્રિત છે જે ગંભીર બીમારીઓમાં લેવામાં આવે છે. જેમકે કેન્સર, ટીબી, ડાયાબિટીઝમાં વાપરવામાં આવતી દવાઓ માટે છે. સરકારના નિર્ણય બાદ દેશના ઘણા દર્દીઓને આ રાહત મળી શકે છે. જેના કારણે હેલ્થ કેર સિસ્ટમ હજુ મજબૂત થશે. અને દવાઓ યોગ્ય રીતે પ્રાપ્ત થઇ શકશે.

દવાઓના નામની લિસ્ટ

5% કસ્ટમ ટ્યૂટીવાળી લિસ્ટમાં 74 દવાઓ છે. તો સંપૂર્ણ કર મુક્ત લિસ્ટમાં 69 દવાઓ છે. દુર્લભ બીમારીઓના ઇલાજમાં કામ આવનાર 56 દવાઓેને કસ્ટમ ટ્યૂટીમાંથી છૂટ આપવામાં આવી છે. સરકારી પેનલે સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી, સિસ્ટિક ફાઇબ્રોસિસ, ગૌચર ડિઝીઝ, ફૈબ્રી ડિઝીઝ, લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર અને અનુવાંશિક એન્ઝાઇમની કમી જેવી બીમારીમાં વાપરવામાં આવતી દવાઓ પર કસ્ટમ ટ્યૂટી હટાવવા માટે ભલામણ કરી છે. 



Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

  • Follow us on: