બજેટ 2026માં સોના પર કસ્ટમ ડ્યુટીમાં વધારાની આશંકા દૂર થયા બાદ ટાઈટન કંપની લિમિટેડ અને કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા લિમિટેડના શેરમાં 4% સુધીનો વધારો જોવા મળ્યો છે. જુલાઈ 2024ના બજેટમાં સોના પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 15%થી ઘટાડીને 6% કરવામાં આવી હતી, આ પગલું દાણચોરીને રોકવા અને અફોર્ડેબિલિટીને સારી બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો હતો. હાલમાં મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને તેની સાથે લાગુ પડતા સરચાર્જનો સમાવેશ થાય છે.
રોકાણકારો અને ગ્રાહકોએ પોલીસી સિગ્નલ્સ પર નજીકથી નિરીક્ષણ કર્યું
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં તેમનું સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. ત્યારબાદ રોકાણકારો અને ગ્રાહકોએ તે પોલીસી સિગ્નલ્સ પર નજીકથી નિરીક્ષણ કર્યું, જે કિંમતી ધાતુઓ અને જ્વેલરી સેક્ટર પર અસર કરી શક્તિ હતી. સોના પર ઊંચી કસ્ટમ ડ્યુટી ટૂંકા ગાળામાં જ્વેલરી કંપનીઓ માટે નકારાત્મક હોય, કારણ કે તે સામાન્ય રીતે માગ ઘટાડે છે અને આગામી ક્વાર્ટરમાં પ્રાઈસિંગ ડાયનામિક્સમાં અવરોધે છે. જોકે ઉદ્યોગના સહભાગીઓએ અગાઉ અવલોકન કર્યું છે કે આવી અસરો ઝડપથી ઉલટી થઈ જાય છે અને પછીના ક્વાર્ટરમાં સોનાના ભાવ ઉપર તરફ સરકતા હોવાથી ઈન્વેન્ટરી બિલ્ડઅપને કારણે ઘણીવાર તીવ્ર હકારાત્મક પરિણામો જોવા મળે છે.
ઈન્ડસ્ટ્રીના સ્ટેકહોલ્ડર્સનું શું માનવું છે?
અગાઉ જ્યારે ડ્યુટી કાપ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે પણ આવી જ પેટર્ન જોવા મળી હતી, જ્યાં શરૂઆતમાં સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો, પરંતુ આગામી બે ક્વાર્ટરમાં ભાવનો લાભ સામાન્ય થતાં અને સ્પર્ધાત્મક દબાણ વધતાં માર્જિન દબાણ હેઠળ આવ્યા હતા. સોનાના ભાવમાં વધારો, ગ્લોબલ સપ્લાય ચેઈન બેકગ્રાઉન્ડમાં ફેરફાર અને ઈન્ડસ્ટ્રીના સ્ટેકહોલ્ડર્સનું માનવું છે કે ટાર્ગેટેડ પોલિસી સપોર્ટથી આ સેક્ટરમાં ગ્રોથ, એક્સપોર્ટ અને રોજગારમાં ખુબ જ મદદ મળી શકે છે.
ઈમ્પોર્ટ ડ્યૂટીને રેશનલાઈઝ કરવું
બજેટમાંથી એક મુખ્ય અપેક્ષા સોના, ચાંદી, પ્લેટિનમ અને રંગીન જેમસ્ટોન જેવા જરૂરી કાચા માલ પરની ઈમ્પોર્ટ ડ્યુટીને રેશનલાઈઝ કરવાની હતી. આ ઈનપુટ્સ માટે ભારતના ઈમ્પોર્ટ પર ભારે નિર્ભરતાને ધ્યાનમાં રાખીને વધારે ડ્યુટી સીધો ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે અને એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસને ઘટાડે છે. ઈન્ડસ્ટ્રીના સ્ટેકહોલ્ડર્સે લાંબા સમયથી દલીલ કરી રહ્યા છે કે ડ્યુટી માળખામાં સુધારો કરવાથી ઈનપુટ ખર્ચ ઘટાડવામાં મદદ મળશે, નિકાસકારો માટે કિંમત સુગમતામાં સુધારો થશે અને ભારતીય જ્વેલરી ઉત્પાદકોને વૈશ્વિક સ્પર્ધકો સાથે વધુ અસરકારક રીતે સ્પર્ધા કરવામાં મદદ મળશે.
બજેટ પહેલા, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે સરકારને સોના, ચાંદી અને પ્લેટિનમ પરની આયાત જકાત હાલના 6%થી ઘટાડવા વિનંતી કરી હતી. કાઉન્સિલે કહ્યું કે આવા પગલાથી ઐતિહાસિક રીતે ઊંચા ભાવોને નિયંત્રિત કરવામાં, દાણચોરીને રોકવામાં અને ગ્રાહક માગને ટેકો આપવામાં મદદ મળશે. સોના પરનો GST ઘટાડીને 1.25% કરવાની અને ઝવેરાત વેપારમાં ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે પ્રવાસીઓ માટે ટેક્સ રિફંડ યોજના શરૂ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Union Budget 2026 : બજેટમાં TCS દરમાં ઘટાડાની જાહેરાત, વિદેશ પ્રવાસ સસ્તો થશે