આ શિપ રિપેર સેન્ટર બનાવીને રોજગાર માટે નવા દ્વાર ખોલશે. અને યુવાઓ પોતાનું ભવિષ્ય નક્કી કરી શકશે.
શિપ રિપેર સેન્ટર બનાવવામાં આવશે
પટના અને વારાણસીને વોટરવેજ હબ બનાવી અહીં શિપ રિપેર સેન્ટર બનાવીને યુવાઓ માટે તાલીમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ વારાણસી-સિલીગુડી હાઇ-સ્પીડ રેલ કોરિડોર બિહાર થઇને પસાર થશે. આ યોજના રાજ્યમાં કનેક્ટિવિટી સુધારવા, વેપાર વધારવા અને રોજગારમાં નવી શક્યતાઓ ઉભી કરવા માટે મહત્ત્વની સાબિત થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે બજેટમાં બિહારને કેટલીક મહત્ત્વની યોજનાઓ ભેટમાં આપી છે.
Also Read
Union Budget 2026: નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કેન્દ્રિય બજેટને આવકાર્યુ, વ્યાપક જોગવાઇઓથી ગુજરાતનો વિકાસ વધુ ગતિથી આગળ વધશે
Union Budget 2026: ડિઝાઇન ક્ષેત્રે ભારતની મોટી છલાંગ, NID સાથે દેશમાં શિક્ષણ અને નારીશક્તિનો થશે સૂર્યોદય
Union Budget 2026: નિર્મલા સીતારમણનું ત્રીજુ સૌથી ટૂંકું બજેટ ભાષણ, જાણો સૌથી વધારે સ્પીચ ક્યારે ?
આંતરિક જળમાર્ગ માટે તૈયારીઓ
આ બજેટ ભાષણમાં પટના અને વારાણસીમાં શિપ રિપેર સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. આ સેન્ટર ખાસ કરીને ઇન્ટરનલ વોટરવેજ એટલે આંતરિક જળમાર્ગ માટે તૈયાર કરવામાં આવશે. જેના કારણે નદી માર્ગથી પસાર થનાર પરિવહનને મજબૂતી મળશે. કેન્દ્રીય બજેટમાં ગંગા સહિત અન્ય નદીઓ માટે માલ-સામાન અંગે વધારો કરવામાં આવશે. આના માટે પટના અને વારાણસીને વોટરવેજ હબનાન રૂપમાં વિકસિત કરવામાં આવશે.
વારાણસી થી સિલીગુડી વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોર
આ સિવાય બેજટ-2026માં 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત પણ કરવામાં આવી છે. તેમાં એક પ્રમુખ કોરિડોર વારાણસીથી સિલીગુડી વચ્ચે બનાવવામાં આવશે. આશા છે કે, આ રેલ કોરિડોરનો રુટ બિહારથી જે રાજ્યમાં પસાર થશે તેને સીધો ફાયદો મળશે. જળમાર્ગના ઉપયોગ માટે અને તેનો વધારો કરવા માટે તાલીમ આપવામાં આવશે. સ્થાનિક યુવાઓ માટે આ રોજગારની સારી તક માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Union Budget 2026: મહિલાઓ માટે 'લખપતિ દીદી' બાદ હવે 'સી-માર્ટ'ની કરાઇ જાહેરાત










