1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રવિવારના દિવસે બજેટ રજૂ થઈ રહ્યું છે. નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરશે. વર્ષ 2026નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી વધુ એક ઇતિહાસ રચશે. શું કયારેય પણ એવી ઘટના બની છે કે બજેટ નાણામંત્રીએ નહીં પરંતુ કોઈ અન્ય મહાનુભવા દ્વારા રજૂ કરવામાં આવ્યું હોય. બજેટ રજૂ કરવાને લઈને ભારતીય બંધારણમાં શું છે નિયમ આવો જાણીએ.
નાણામંત્રી નહીં આ મહાનુભાવો પણ રજૂ કરી શકે છે બજેટ
ભારતીય બંધારણ મુજબ સામાન્ય બજેટ રજૂ કરવાની મુખ્ય જવાબદારી નાણામંત્રી (Finance Minister) ની હોય છે. પરંતુ, જો નાણામંત્રી ઉપલબ્ધ ન હોય અથવા તે પદ ખાલી હોય તો જવાબદાર વ્યક્તિ પણ બજેટ રજૂ કરી શકે છે. ભારતના ઇતિહાસમાં અગાઉ અનેકવાર એવું બન્યું છે કે જ્યારે વડાપ્રધાને પોતે બજેટ રજૂ કર્યું હોય. 1958માં જવાહરલાલ નેહરુ, 1970માં અને 1987માં વી.પી. સિંહના રાજીનામા બાદ રાજીવ ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું. પરંતુ વડાપ્રધાન ઈચ્છે તો કેબિનેટના અન્ય કોઈ વરિષ્ઠ મંત્રીને બજેટ રજૂ કરવાની જવાબદારી સોંપી શકે છે. 2019માં જ્યારે તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી બીમાર હતા, ત્યારે પીયૂષ ગોયલ (જેઓ ત્યારે રેલવે મંત્રી હતા) તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
કયા સંજોગોમાં લેવાય છે નિર્ણય
નાણામંત્રી દ્વારા જ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. પરંતુ કયારેક અસમાન્ય સ્થિતિ સર્જાતા આ નિર્ણયમાં ફેરફાર કરવા પડે છે. જો નાણામંત્રી સ્વાસ્થ્યના કારણે ગૃહમાં હાજર રહી શકે તેમ ન હોય, બજેટ પહેલા નાણામંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોય. જો કોઈ કારણસર નાણા મંત્રાલયનો હવાલો સીધો વડાપ્રધાન પાસે હોય અથવા તો તત્કાલીન નાણામંત્રીનું આકસ્મિક નિધન થાય, આ સંજોગો ઉદભવતા નાણામંત્રી સિવાય વડાપ્રધાન અથવા તો મંત્રી બજેટ રજૂ કરી શકે છે. પરંતુ બજેટ કોણ રજૂ કરશે તે નક્કી કરવાની આખરી સત્તા રાષ્ટ્રપતિના નિર્દેશ અને વડાપ્રધાનની સલાહ પર નિર્ભર હોય છે.
બજેટની લઈને મહત્વની વાત
બજેટ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રવૃત્તિ સામાન્ય રીતે તેની રજૂઆતના છ માસ પહેલાં અર્થાત ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. ભારતના બંધારણની કલમ ૧૧૨ મુજબ, રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના બંને ગૃહો સમક્ષ બજેટ (વાર્ષિક નાણાકીય નિવેદન) ) રજૂ કરાવામાં આવે છે. સામાન્ય રીતે તત્કાલીન નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. પરંતુ કયારેક અસાધારણ સ્થિતિ સર્જાતા નાણામંત્રી સિવાય પણ અન્ય વ્યક્તિ બજેટ રજૂ કરી શકે છે. બજેટ રજૂ થતા પહેલા નાણા મંત્રાલય દ્વારા તમામ મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થાઓને એક પરિપત્ર જારી કરીને આગામી વર્ષ માટે અંદાજનો રિપોર્ટ ધ્યાનમાં લેવામાં આવે છે. આ રિપોર્ટ પરથી મહત્વની કમિટિ દ્વારા બજેટ તૈયાર કરવામાં આવે છે.
આ પણ વાંચો : Health Union Budget 2026 : આ ક્ષેત્ર 70% આયાત પર નિર્ભર છે, બજેટમાં આયાત ડ્યુટીમાં વધારો કરવાની માગ