આજે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ 11.00 કલાકે સંસદમાં રજૂ થશે. આ દિવસે હંમેશા નાણામંત્રી નિર્મલા સીતારમણનનો સાડી લુક ચર્ચામાં હોય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડી દરેક વખતે મુખ્ય આકર્ષણ ઉભુ કરે છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતની ફેમસ કાંજીવરમ સિલ્ક સાડી પહેરી છે. કાંજીવરમ સાડી કે જેને કાંચીપુરમ સાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાંજીવરમ સાડીમાં નિર્મલા સીતારમણનો સાદગીભર્યો લુક દેખાયો.
કાંચીપુરમ સાડી કયાં વિસ્તારની ઓળખ
કાંજીવરમ સાડી ભારતના તમિલનાડુ રાજ્યના કાંચીપુરમ પ્રદેશમાં બનેલી સિલ્ક સાડીનો એક પ્રકાર છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશની મોટાભાગની મહિલાઓ લગ્ન પ્રસંગો અને ખાસ પ્રસંગોએ આ સાડીઓ પહેરે છે. જૂની કાંચીપુરમ સાડીઓ તમિલનાડુના કાંચીપુરમ નામના નાના શહેરમાંથી ઉદભવે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે, જ્યાં કાંચીપુરમ સાડીના વણકરોને 'સ્વયં ભગવાનના વણકર' ગણવામાં આવતા હતા.
કાંચીપુરમ સિલ્ક સાડીની મુખ્ય વિશેષતાઓ
- સાડીની ડિઝાઈન: સાડી પર મંદિરના શિખરો, મોર, પોપટ, હાથી અને ફૂલ-વેલની સુંદર આકૃતિઓ વણવામાં આવે છે.
- વજન: રેશમના ત્રણ દોરા અને અસલ ઝરીના ઉપયોગને કારણે આ સાડીઓ સામાન્ય સાડી કરતા વજનમાં થોડી ભારે હોય છે.
- ચમક અને ટકાઉપણું: આ સાડીની ચમક વર્ષો સુધી જળવાઈ રહે છે. જો તેની યોગ્ય જાળવણી કરવામાં આવે, તો તે પેઢીઓ સુધી ચાલે છે.
- વિરોધાભાસી રંગો : આ સાડીમાં મોટે ભાગે વિરોધાભાસી રંગ જોવા મળે છે. સાડીની બોડી અને તેની બોર્ડરના રંગો એકબીજાથી તદ્દન અલગ અને આકર્ષક હોય છે.
- ભૌગોલિક સંકેત (GI Tag): કાંચીપુરમ સિલ્ક સાડીને ભારત સરકાર દ્વારા GI Tag આપવામાં આવ્યો છે, જે તેની અસલિયત અને ભૌગોલિક ઓળખની ખાતરી આપે છે.
ભારતમાં આ રાજ્યોમાં મહિલાઓ ખાસ પ્રસંગો પર પહેરે છે કાંચીપુરમ સાડી
તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશની મોટાભાગની મહિલાઓ લગ્ન અને ખાસ પ્રસંગોએ પહેરે છે. તેને 2005-2006માં ભારત સરકાર દ્વારા ભૌગોલિક સંકેત તરીકે માન્યતા આપવામાં આવી છે. (GI Tag) અસલી કાંચીપુરમ સિલ્ક સાડીમાં, મુખ્ય ભાગ અને બોર્ડર અલગથી વણવામાં આવે છે અને પછી એકસાથે જોડાય છે. સાંધા એટલા ચુસ્ત રીતે વણાયેલા છે કે સાડી ફાટી જાય તો પણ બોર્ડર અલગ પડતી નથી. આ જ કાંચીપુરમ સિલ્ક સાડીઓને અન્ય સાડીઓથી અલગ પાડે છે. ભારે રેશમ અને સોનાના કાપડમાંથી વણાયેલી કાંચીપુરમ સાડીઓને ખાસ ગણવામાં આવે છે અને તે પ્રસંગો અને તહેવારો પર પહેરવામાં આવે છે. નિર્મલા સીતારમણની સાડી હવે માત્ર વસ્ત્ર નહીં, પરંતુ બજેટ દિવસની એક ઓળખ બની ગઈ છે.
આ પણ વાંચો : Nirmala Sitharaman Saree : નિર્મલા સીતારમણનો બજેટ અને સાડીનો ટ્રેન્ડ, સંયોગ કે સંદેશ?