પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે ફરી એકવાર ભારે હલચલ જોવા મળશે. 17થી 21 ઓગસ્ટ દરમિયાન કુલ સાત કંપનીઓ તેમના IPO લોન્ચ કરશે. આ IPO મારફતે કંપનીઓ કુલ ₹6,400 કરોડથી વધુની મૂડી એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેમાં બ્લેકસ્ટોન સમર્થિત Horizon Industrial Parks અને Lalita Jewellery Mart જેવા મોટા નામો સામેલ છે.

17 ઓગસ્ટે બે IPO ખુલશે

સપ્તાહની શરૂઆત 17 ઓગસ્ટે બે IPO સાથે થશે. Horizon Industrial Parks ₹2,600 કરોડનો સંપૂર્ણ ફ્રેશ ઇશ્યૂ લાવશે. કંપનીએ શેર માટે ₹57થી ₹60નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ મુખ્યત્વે દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. આ જ દિવસે Lalita Jewellery Martનો ₹1,700 કરોડનો IPO પણ ખુલશે. તેનો પ્રાઈસ બેન્ડ ₹190થી ₹201 પ્રતિ શેર છે. ઈશ્યૂમાં ₹1,200 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને ₹500 કરોડ સુધીનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે.

18 ઓગસ્ટે Shankesh Jewellers અને Sunshine Picturesના IPO ખુલશે. Shankesh Jewellers ₹367 કરોડ એકત્ર કરશે અને તેનો પ્રાઇસ બેન્ડ ₹88થી ₹93 છે. જ્યારે ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડ્યુસર Sunshine Picturesનો IPO ₹282 કરોડનો છે અને પ્રાઇસ બેન્ડ ₹342થી ₹360 નક્કી કરવામાં આવ્યો છે. 19 ઓગસ્ટે Gaza Alternative Asset Managementનો ₹550 કરોડનો IPO આવશે. 20 ઓગસ્ટે Tempsens Instrumentsનો IPO ખુલશે, જેમાં ₹95 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 1.85 કરોડ શેરનો OFS હશે. તેનો પ્રાઇસ બેન્ડ બાદમાં જાહેર થશે.

24 ઓગસ્ટે Skyways Air Servicesનો IPO આવશે

સપ્તાહનો છેલ્લો IPO 21 ઓગસ્ટે Augmont Enterprisesનો હશે. કંપની ₹825 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત 24 ઓગસ્ટે Skyways Air Servicesનો ₹583 કરોડનો IPO આવવાની તૈયારીમાં છે. નવા ઈશ્યૂ સાથે 2026માં IPO લાવતી કંપનીઓની સંખ્યા આશરે 55 સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો : FII Investment : ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરી વધ્યો, ઓગસ્ટના 15 દિવસમાં રૂપિયા 16,621 કરોડનું કર્યું રોકાણ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.