છેલ્લા ત્રણ વર્ષથી દુનિયાના સૌથી મોટા રોકાણકારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ($AI$) પાછળ આંખો બંધ કરીને પૈસા લગાવી રહ્યા હતા. જે NVIDIA કંપનીનો શેર ક્યારેક માત્ર થોડા જ ડોલરનો હતો, તે $200$ ને પાર થઈ ગયો અને કંપનીની કુલ માર્કેટ વેલ્યુ $5$ ટ્રિલિયન ડોલરને વટાવી ગઈ હતી. પરંતુ, અચાનક એક જ દિવસમાં ગ્લોબલ માર્કેટમાં એટલો મોટો કડાકો આવ્યો જેટલી કેટલાય દેશોની આખા વર્ષની કમાણી પણ નથી હોતી. માત્ર 24 કલાકમાં અમેરિકાની સેમિકન્ડક્ટર કંપનીઓની લગભગ $1.3$ ટ્રિલિયન ડોલર સ્વાહા થયા
સેમિકન્ડક્ટર માર્કેટ કેમ રોકેટમાંથી સીધું જમીન પર આવ્યું?
જેમ રસોઈ બનાવવા માટે ગેસ જોઈએ, તેમ દરેક ડિજિટલ વસ્તુ ચલાવવા માટે 'ચિપ'(સેમિકન્ડક્ટર) જરૂરી છે.સ્માર્ટફોન,ડેટા સેન્ટર કે એઆઈ સિસ્ટમ,બધું જ સેમિકન્ડક્ટર ચિપ પર ચાલે છે.2023માં એઆઈનો ક્રેઝ વધતા જ આ ચિપ્સ બનાવતી NVIDIA, AMD, Intel અને Micron જેવી કંપનીઓના શેર રોકેટની જેમ ઉપર ગયા હતા.દુનિયાની ટોપ 30 ચિપ કંપનીઓનું માપન કરતા ફિલાડેલ્ફિયા સેમિકન્ડક્ટર ઇન્ડેક્સમાં 2022-23 પછી $60 થી $70નો જોરદાર ઉછાળો આવ્યો હતો.પરંતુ તાજેતરમાં જ્યારે એઆઈ કંપનીઓના વાસ્તવિક નાણાકીય પરિણામો સામે આવ્યા,ત્યારે તે રોકાણકારોની અતિશય અપેક્ષાઓ કરતા ઓછા સાબિત થયા. પરિણામે બજારમાં ગભરાટ ફેલાયો અને એક જ દિવસમાં:













