વિશ્વના સૌથી સફળ અને મહાન રોકાણકારોમાં ગણાતા 96 વર્ષીય વોરેન બફેટ અંગે એક ચોંકાવનારી વાત સામે આવી છે. એક પોડકાસ્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે વોરેન બફેટે છેલ્લા 48 વર્ષથી સાદું પાણી પીધું જ નથી! એકમેને જણાવ્યું કે જ્યારે તેમણે બફેટને પોતાના ઘરે રાત્રિભોજન દરમિયાન પાણી ઓફર કર્યું, ત્યારે બફેટે ના પાડીને કહ્યું હતું કે તેમણે દાયકાઓથી પાણીને સ્પર્શ પણ કર્યો નથી. આ દાવો માત્ર એકમેનનો નથી, પરંતુ બફેટની પુત્રી સુઝી બફેટે પણ એક દસ્તાવેજી ફિલ્મમાં આ વાતનો સ્વીકાર કર્યો છે.
પાણીને બદલે કોકા-કોલાનો નશો
હવે સવાલ એ થાય કે જો તેઓ પાણી નથી પીતા, તો પોતાની તરસ કેવી રીતે છીપાવે છે? હકીકતમાં, વોરેન બફેટ સાદા પાણીને બદલે 'કોકા-કોલા' (ખાસ કરીને ચેરી કોક)ના અત્યંત શોખીન છે. તેઓ દરરોજ કોકા-કોલાના આશરે પાંચ કેન પી જાય છે. બફેટ મજાકમાં કહે છે કે તેમની દૈનિક 2700 કેલરીમાંથી 25% ભાગ આ જ પીણામાંથી આવે છે, અને તેમના શરીરનો ચોથો ભાગ કોકા-કોલાથી બનેલો છે! 1980 પહેલા તેઓ પેપ્સી પીતા હતા, પરંતુ 1985માં એક પાડોશી દ્વારા ચેરી કોક મળ્યા બાદ તેઓ તેના એવા બંધાણી બન્યા કે 1986માં તેને પોતાની કંપની 'બર્કશાયર હેથવે'નું સત્તાવાર પીણું જાહેર કરી દીધું.
