ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને રશિયાની પબ્લિક જોઈન્ટ સ્ટોક કંપની યુનાઈટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને SJ-100 નામના પેસેન્જર વિમાનને ભારતમાં બનાવવા માટે કરાર કર્યો છે. આ કરાર ભારતના સિવિલ એવિએશન સેક્ટરમાં આત્મનિર્ભર ભારતનો નવો અધ્યાય ખોલશે.


MOU મોસ્કોમાં 27 ઓક્ટોબરે કરવામાં આવ્યો

આ MOU મોસ્કોમાં 27 ઓક્ટોબરે કરવામાં આવ્યો છે. HAL તરફથી પ્રભાત રંજને પ્રતિનિધિત્વ કર્યું અને UAC તરફથી ઓલેગ બોગોમોલોવે હસ્તાક્ષર કર્યા છે. આ તમામ કામગીરી HALના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ડો.ડી.કે.સુનિલ અને UACના ડાયરેક્ટરની હાજરમાં થઈ છે. ડો. સુનિલે કહ્યું કે આ આપણી ક્ષમતાઓનું પ્રમાણ છે, અમે ના માત્ર વિમાન બનાવીશું પણ ભારતના નાના શહેરને હવાઈ કનેક્ટિવિટી આપીશું. MoU હેઠળ HALને SJ-100 વિમાનને ભારતના ડોમેસ્ટિક ગ્રાહકો માટે બનાવવાનો સંપૂર્ણ અધિકાર મળશે. ભારતમાં ફેક્ટરી લાગશે, પાર્ટસ ઈમ્પોર્ટ કરાશે પણ એસેમ્બલ અને પ્રોડક્શન થશે. આ ભારત-રશિયાની સૈન્ય અને સિવિલ સહયોગનું વધુ એક ઉદાહરણ છે.

શું છે SJ-100 વિમાનની વિશેષતાઓ?

SJ-100 એક આધુનિક બે એન્જિનવાળું નેરોબોર્ડ પેસેન્જર વિમાન છે. જે નાની અને મધ્યમ ઉડાન માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેમાં 75થી 98 મુસાફરોને લઈ જવામાં આવી શકે છે અને 3000-4000 કિલોમીટરની ઉડાન ભરી શકે છે. 800-900 કિલોમીટર પ્રતિ કલાકે ઉડે છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં અત્યાર સુધી 200થી વધારે SJ-100 વિમાન બની ચૂક્યા છે. તેમને 16થી વધારે કોમર્શિયલ એરલાઈન્સ ચાલી રહી છે. ભારતમાં UDAN યોજના માટે આ પરફેક્ટ છે. UDAN નાની હવાઈ મુસાફરીને જોડવાનું સપનું જોવે છે.

જેમ કે ગુવાહાટીથી અગરતલા કે જયપુરથી જોધપુર. SJ-100 આ ઉડાનનો રસ્તો વધારે સ્પષ્ટ કરશે. ઉલ્લેખનીય છે કે ભારતનું એવિએશન બજાર દુનિયાનું ત્રીજું સૌથી મોટું બજાર છે પણ કનેક્ટિવિટીમાં અભાવ છે. આગામી 10 વર્ષમાં નાની ઉડાન માટે 200થી વધારે જેટ વિમાન જોઈએ અને હિંદ મહાસાગરના ક્ષેત્ર માટે 350થી વધારે વિમાન, જે માલદીવ્સ, શ્રીલંકા જેવા પર્યટન સ્થળોને જોડશે.      

  • Follow us on: