ચૂંટણી પહેલા આ નિર્ણયનો રાજકીય અને વેપાર સંગઠનો સખ્ત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે.
વિદેશી કંપનીઓનું સંચાલન
બાંગ્લાદેશ સરકાર દેશના સૌથી મોટા અને મહત્ત્વના ચટગાંવ પોર્ટના ત્રણ પ્રમુખ ટર્મિનલોને વિદેશી કંપનીઓને સંચાલન માટે આપશે. ચૂંટણી પહેલા બાંગ્લાદેશના મોટા પોર્ટ ચીનને આપવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ પોર્ટ દેશના 92% આયત-નિકાસ વેપારને સાચવે છે. આ નિર્ણય પપ રાજનૈતિક દળો અને સ્થાનિય વેપાર સંગઠનોએ ચિંતા અને વિરોધ દર્શાવ્યો છે.
પોર્ટ અને નૌસૈનિકોના ઠેકાણાં મામલે કરાર
શિપિંગ મંત્રાલયના વરિષ્ઠ સચિવ મોહમ્મદ યુનુસે કહ્યુ હતુ કે, વિદેશી કંપનીઓ સાથેના કરાર આ વર્ષના અંત સુધીમાં સાઇન કરવામાં આવશે. રિપોર્ટમાં કહ્યા અનુસાર બાંગ્લાદેશ અને ચીન વચ્ચે પોર્ટ અને નૌસૈનિકોના ઠેકાણાં મામલે કરાર મજબૂત થઇ રહ્યા છે. ચીન બાંગ્લાદેશના માળખાગત સુવિધાઓમાં ભારે રોકાણ કરી રહ્યું છે. આ બાંગ્લાદેશનું સૌથી મોટું અને વ્યસ્ત બંદર છે.
ચીનનું મોટા પાયે રોકાણ
ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળ આ બંદરમાં ભારે રોકાણ કરી રહ્યું છે. વધુમાં, ચીને આ વિસ્તારમાં $350 મિલિયનનું રોકાણ કરીને એક ખાસ ઔદ્યોગિક આર્થિક ક્ષેત્ર સ્થાપિત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ રોકાણ ચીનને બંગાળની ખાડીમાં તેની વ્યૂહાત્મક હાજરીને મજબૂત બનાવવાની મંજૂરી આપશે. 12 ઓક્ટોબરના રોજ રાજધાની ઢાકામાં આયોજિત એક સેમિનારમાં, શિપિંગ મંત્રાલયના વરિષ્ઠ સચિવ, મોહમ્મદ યુસુફે જણાવ્યું હતું કે લાલડિયા અને ન્યૂ મૂરિંગ કન્ટેનર ટર્મિનલ્સ અને પાનગાંવ ટર્મિનલ (કેરાનીગંજ, ઢાકામાં) ના સંચાલન માટે વિદેશી કંપનીઓ સાથે કરાર આ વર્ષે ડિસેમ્બર સુધીમાં કરવામાં આવશે.













