મોહમ્મદ યુનુસ આ તમામ અત્યાચારની ખબરને પાયાવિહોણી ગણાવીને નકારી રહ્યા છે. અને ભારતને દોષિત ગણી રહ્યા છે.
ભારત છે દોષિતઃ મોહમ્મદ યુનુસ
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વમાં વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યુ હતુ. પરંતુ સરકાર બન્યા બાદ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો હિન્દુ પર સતત અત્યાચાર થઇ રહ્યા છે. પરંતુ મોહમ્મદ યુનુસે આ તમામ વાતોનો અસ્વીકાર કર્યો છે. અને ભારતને દોષિત ગણાવ્યુ છે. તેઓએ હિન્દુ પર અત્યાચારના અત્યાચારના સમાચારને ફગાવતા આ માહિતીને નકલી કરાર આપ્યો છે. મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશના હિન્દુ સમુદાયને સંદેશ આપ્યો છે. અને કહ્યુ છે કે, તેઓ પોતાને હિન્દુ ના કહે.
હુમલાઓની ખબર પાયાવિહોણીઃ મોહમ્મદ યુનુસ
મોહમ્મદ યુનુસે ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, હિન્દુઓ પર હુમલાઓની ખબર પાયાવિહોણી છે. કોઇએ અફવાઓ પર ધ્યાન આપવું નહી. ભારતની ખાસિયત છે ખોટી ખબર ફેલાવવાની. અલ્પસંખ્યક હિન્દુઓ પર હુમલાઓ અને સુરક્ષા વિશે વાત કરતા યુનુસે કહ્યુ હતુ કે, તેઓને હિન્દુ સમુદાયના રૂપમાં જોવા કરતા બાંગ્લાદેશના નાગરિક તરીકે જોવામાં આવે. યુનુસે વધુમાં કહ્યુ હતુ કે, જ્યારે હું સમુદાયના નેતા સાથે મુલાકાત કરીશ ત્યારે મારો સંદેશ એ રહેશે કે, પોતાને હિન્દુ ન સમજો. હિન્દુ છું એટલે મારી રક્ષા કરો. આવું ન કહેતા. હમેંશા કહો કે, હું આ દેશનો નાગરિક છું. એટલે મારા અધિકારોની રક્ષા કરો.
ભારત સામે વિરોધ
શેખ હસીનાના પલાયણ થયા બાદ, મોહમ્મદ યુનુસે ઓગષ્ટ 2004માં બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના સલાહકાર બન્યા હતા. તેઓ સત્તા પર આવતા જ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. પરંતુ આ બધી બાબતો સામે મોહમ્મદ યુનુસે ઇન્કાર કર્યો હતો. પરંતુ ગયા વર્ષે નવેમ્બરમાં 30 હજાર હિન્દુઓએ સુરક્ષા અને ન્યાયની માગ કરી હતી. અને ઢાકાના રસ્તાઓ પર પ્રદર્શન કર્યુ હતુ. તેઓએ ઇસ્કોન મંદિરના સંત ચિન્મયના જેલમુક્તિ મામલે પણ માગ કરી હતી.













