બાંગ્લાદેશ ચીન પાસેથી 20 ખતરનાક જેટ ખરીદી રહ્યુ છે. જેટની ખરીદી ચીનથી અથવા G2G કરારથી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
બાંગ્લાદેશ પણ પાકિસ્તાનની રાહ પર ચાલવા લાગ્યુ છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે હાલમાં જ ચીન પાસેથી J-10CE મલ્ટીરોલ ફાયટર જેટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ડીલની કિંમત 2.2 અરબ ડૉલર દર્શાવવામાં આવી છે. આ નિર્ણય સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સ્થિાનિક સરકારના સલાહકાર આસિફ મહમૂદે પોતાના ફેસબુક પોસ્ટમાં માહિતી આપી છે કે, સરકાર આ ફાયટર જેટ ખરીદવા માટે 2025-26 અને 2026-27ના નાંણાકિય વર્ષમાં નવી યોજના બહાર પાડવાનું વિચારી રહી છે.
Also Read
Bangladesh News: Muhammad Yunusનો સૌથી મોટો 'વિશ્વાસઘાત' કે રાજકીય યુ-ટર્ન, જાણો કેમ મચ્યો હોબાળો?
World News: ચૂંટણી નહી લડી શકે Sheikh Hasinaની પાર્ટી, Muhammad Yunusએ આ મામલે શું કહ્યુ?, જાણો
Bangladesh News: વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનતા Muhammad Yunusએ કટ્ટરપંથી જમાત પરનો પ્રતિબંધ હટાવ્યો અને શરુ થયો હોબાળો, જાણો કેવી રીતે?
એરફોર્સને આધુનિક બનાવવું જરુરી
નિષ્ણાંતોનું કહેવું છે કે, આટલી મોટી કિંમતની ડિલ મામલે રક્ષા કરાર વર્તમાન સરકાર જ લે છે. તેમનું કહેવું છે કે, આ ખર્ચ 15,500 કરોડ ટાકાનું છે. અને તેને આગામી સરકારની જવાબદારી ગણવામાં આવશે. તો આ તરફ, સરકારે ફાયટર જેટની ખરીદી મામલે સ્પષ્ટતા કરી છે. બાંગ્લાદેશ એરફોર્સને આધુનિક બનાવવું અને રાષ્ટ્રીય હવાઇ સુરક્ષાને મજબૂત કરવું એ સરકારનો હેતુ છે. નિષ્ણાંતોનું માનવુ છે કે, વર્તમાન ફાયટર જેટ જુના મોડેલના છે. તેથી નવા જેટ ખરીદવું આવશ્યક છે.
સંરક્ષણ અને આક્રમણ બન્ને કરી શકે
J-10CE મલ્ટીરોલ ફાયટર જેટ ચીનનું વિકસિત એરક્રાફ્ટ છે. તેનાથી સંરક્ષણ અને આક્રમણ બન્ને કરી શકાય છે. સંરક્ષણ નિષ્ણાંતોના અનુસાર આ જેટની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ નાની જગ્યાએથી પણ ટેક-ઓફ કરી શકે છે. જો એરપોર્ટ પર હુમલો કરવામાં આવે તો આ જેટ અન્ય સ્થળ પરથી ઉડાન ભરી શકે છે. આ જેટ તેજ ગતિએ દિશા બદલી શકે છે. આની ડિઝાઇન એરક્રાફ્ટ કેરિયર્સ અને ધરતી બન્ને પરથી ઓપરેટ કરી શકાય છે.










