સિંગાપોરની અદાલતે કોર્ટના આદેશોની અવગણના કરવા બદલ 6 મહિનાની જેલ અને દંડ ફટકાર્યો છે.

શા માટે ફટકારાઇ સજા ?

સિંગાપોરની કોર્ટે તેમને કોર્ટના તિરસ્કાર માટે દોષિત ઠેરવ્યા છે અને છ મહિનાની જેલની સજા ફટકારી છે. આ નિર્ણય રવિન્દ્રન માટે એક મોટો ફટકો છે. જે પહેલાથી જ ગંભીર નાણાકીય કટોકટી અને વિદેશી રોકાણકારોના કાનૂની દાવાઓનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર કેસમાં રવિન્દ્રનની પોતાની સંપત્તિ અને કોર્ટના આદેશોની અવગણનાનો સમાવેશ થાય છે. સિંગાપોરની કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, રવિન્દ્રને એપ્રિલ 2024થી તેમની સંપત્તિ સંબંધિત અનેક કોર્ટના આદેશોનો જાણી જોઈને અવમાન કરી છે.

નાણાકીય દંડ પણ ફટકારાયો

સજા ઉપરાંત, કોર્ટે રવિન્દ્રન પર નાણાકીય દંડ પણ લાદ્યો હતો. તેમને કાનૂની ખર્ચમાં 90 હજાર સિંગાપોર ડોલર ચૂકવવાનો આદેશ અપાયો છે. કોર્ટે તેમને તાત્કાલિક અસરથી સંબંધિત અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો પણ આદેશ આપ્યો છે. રવિન્દ્રને હવે કાનૂની દસ્તાવેજો રજૂ કરવા પડશે જે સાબિત કરે છે કે તેઓ BAR Investco Pteના સાચા અને કાયદેસર માલિક છે. આ એક કોર્પોરેટ એન્ટિટી છે જે અન્ય સંબંધિત કંપનીમાં શેર ધરાવે છે. આ કાનૂની લડાઈમાં કતાર હોલ્ડિંગ્સનું પ્રતિનિધિત્વ ડ્રુ એન્ડ નેપિયર દ્વારા કરાયુ છે.

બાયજુ રવિન્દ્રનની પ્રતિક્રિયા

સિંગાપોરની કોર્ટે રવિન્દ્રનને છ મહિનાની જેલની સજા ફટકાર્યા પછી, બાયજુના સ્થાપક બાયજુ રવિન્દ્રને સમગ્ર ઘટના પર પોતાની ઊંડી નિરાશા વ્યક્ત કરી હતી. પોતાના નિવેદનમાં, રવિન્દ્રને સ્પષ્ટતા કરી કે GLAS ટ્રસ્ટ અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા મુખ્ય ધિરાણકર્તાઓ સાથેની વાતચીતો પહેલાથી જ ખૂબ જ અદ્યતન તબક્કામાં છે. જેમાં માત્ર થોડા નાના મુદ્દાઓ ઉકેલવાના બાકી છે. પોતાના બચાવમાં, રવિન્દ્રને જણાવ્યું હતું કે તેમણે સંઘર્ષ કરતાં ઉકેલને પ્રાથમિકતા આપી હતી, તેથી જ તેમણે તાજેતરના મહિનાઓમાં ચાલી રહેલી કોર્ટ કાર્યવાહીનો સક્રિયપણે વિરોધ કર્યો નથી, કરારને ધ્યાનમાં રાખ્યુ છે.

આ પણ વાંચોઃ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા વાયરસનો હાહાકાર, ભારતમાં એરપોર્ટ પર હાઈ એલર્ટ!