ટ્વિટરના પૂર્વ CEO અને ટેક જગતમાં જાણીતું નામ પરાગ અગ્રવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. એલોન મસ્કે ટ્વીટર ખરીદ્યા બાદ તેમને પદ પરથી હટાવ્યા હતા અને પછી કંપનીનું નામ બદલીને X રાખ્યું હતું. હવે પરાગ અગ્રવાલે ટેક દુનિયામાં શાનદાર વાપસી કરી છે. તેમણે શરૂ કરેલી નવી AI કંપની Parallel Web Systemsની વેલ્યુએશન હવે લગભગ $2 બિલિયન (લગભગ ₹19,000 કરોડ) સુધી પહોંચી ગઈ છે.
કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એડવાન્સ્ડ ટેકનોલોજી પર કામ કરી રહી છે
તાજેતરમાં આ સ્ટાર્ટઅપે આશરે $100 મિલિયનની મોટી ફંડિંગ પણ મેળવી છે, જેના કારણે તેની વૃદ્ધિ ઝડપથી વધી રહી છે. કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એડવાન્સ્ડ ટેકનોલોજી પર કામ કરી રહી છે. ટેક એક્સપર્ટ્સનું માનવું છે કે આ સ્ટાર્ટઅપ ભવિષ્યમાં Google, Meta અને OpenAI જેવી મોટી કંપનીઓને પડકાર આપી શકે છે.
