ભારતની અમેરિકા સાથેની ડિલ બાદ અમેરિકાએ પણ ભારત સાથે ડિલની જાહેરાત કરી દીધી છે અને ભારત પર ટેરિફ ઓછો કરવાનું કહ્યું છે. ટેરિફ ઓછો કરવાની જાહેરાત બાદ ભારતની નિકાસને મજબૂતી મળશે. તેની વચ્ચે કેટલાક શેર એવા છે, જેમાં હાલમાં રોકાણ કરવામાં આવે તો મોટો ફાયદો થઈ શકે છે.
શેરબજારમાં પોઝિટિવ પ્રતિક્રિયા જોવા મળશે
ભારત-અમેરિકા વેપાર કરારથી ભારતીય નિકાસમાં ખાસ કરીને ટેક્સટાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રમાં મોટો વધારો થવાની આશા છે. ભારત-યુરોપીય સંઘ ફ્રી ટ્રેડ કરાર અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલે ભારતની સંરચનાને બદલી દીધી છે. કપડા, કેમિકલ અને ઓટોમોબાઈલ સહાયક ઉપકરણ જેવી નિકાસ પર વધારે નિર્ભર ક્ષેત્ર માટે આ ફેરફાર તાત્કાલિક લાભ માર્જિન અને લોન્ગટર્મમાં સારી તક આપે છે. ફલોના કારણે શેરબજાર પોઝિટિવ પ્રતિક્રિયા આપશે અને નજીકના ભવિષ્યમાં ભારતીય રૂપિયામાં કેટલીક મજબૂતી આવવાની સંભાવના છે.
મળતી માહિતી મુજબ ભારતને પોતાના ટેરિફ અને બિન-ટેરિફ અવરોધોને હટાવવા પડશે. હાલના સ્તરે અમેરિકા પાસેથી આયાત વધારવી પડશે અને રશિયન કાચાતેલની ખરીદી બંધ કરવી પડશે. ભારતીય ઉત્પાદકો માટે ટેરિફનો દર ઓછો છે, જો કે ઓટો પાર્ટસ, લોખંડ, પ્લાસ્ટિક અને કેમિકલ માટે થોડુ જોખમ છે.
કઈ કંપનીઓને થશે ફાયદો?
નિકાસ પર નિર્ભર કંપનીઓને ટેરિફમાં છુટથી સૌથી વધુ લાભ થવાની આશા છે. ખાસ કરીને તે કંપનીઓને જેની અમેરિકી બજારમાં સારી હાજરી છે.ત્યારે ગોકલદાસ એક્સપોર્ટસ, વેલસ્પન લિવિંગ, ઈન્ડો કાઉન્ટ ઈન્ડસ્ટ્રીઝ, કેપીઆર મિલ્સ, ટ્રાઈડેન્ટ, અરવિંદ, વર્ધમાન ટેક્સટાઈલ્સ, ભારત ફોર્જ, સમવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, સોના કોમસ્ટાર, સુંદરમ ફાઈનાન્સ, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, જેકે ટાયર્સ, અવંતી ફીડ્સ, અપેક્સ ફ્રોજન વોટરબેસ, સ્કાઈ ગોલ્ડ, વૈભવ ગ્લોબલ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, વિનતી ઓર્ગેનિક્સ, નવીન ફ્લોરીન, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓને લાભ થશે. આ તમામ કંપનીઓના 90 ટકા સુધીના કર્મચારી અમેરિકા કે યૂરોપીયન દેશમાં કામ કરે છે.
આ પણ વાંચો : Business News : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું 'આગામી 20-30 વર્ષ માત્ર ભારતનો યુગ'
ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.