ભારત અને યૂરોપીય સંઘ વચ્ચે મોટો વેપાર કરાર થવાનો છે. જેને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. આ ડીલથી બન્ને દેશને ફાયદો થશે. એક તરફ અમેરિકા ભારત પર વધુ ટૈરિફ લગાવવાની ધમકી આપી રહ્યુ છે. તો બીજી તરફ, આ કરાર ભારત માટે મહત્ત્વના સાબિત થશે.
ફ્રી ટ્રેડ ડીલથી વેપાર બનશે સરળ
8 સપ્ટેમ્બરથી વેપાર કરાર માટે નવા મુદ્દે વાતચીતનો દૌર ફરી શરુ કરાયો છે. વર્ષના અંત સુધી આ કરારને અંતિમરુપ આપવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. જો આ કરાર બન્ને દેશ વચ્ચે થઇ જશે તો અમેરિકા સુધી તેની અસર જોવા મેળશે. અમેરિકા ઇચ્છે છે કે, યૂરોપિય દેશો પણ ભારત પર વધુ ટેક્સ લગાવે. પરંતુ ભારતે ઇયુ સાથે મિત્રતા વધારીને અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. ફ્રી ટ્રેડ ડીલના કારણે ભારત અને ઇયુ એકબીજા માટે વેપારના માર્ગ ખોલશે. આ બન્ને દેશો એકબીજાને સામાન માટે ખરીદ વેચાણ કરશે. અમેરિકા હાલ ભારત પાસેથી સી ફૂડ મામલે વધુ ટેક્સ લગાવી રહ્યુ છે.
Also Read
Donald Trump : 'જો તમે સંમત નહીં થાઓ તો પરિણામ ખરાબ આવશે...!', ગુસ્સે ભરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે કોને આપી વોર્નિંગ
Donald Trumpની ટેરિફ નીતિને શું યુએસ સુપ્રીમ કોર્ટ રોકી શકે છે? જાણો અહીં કોર્ટ કેટલી શક્તિશાળી છે?
Donald Trumpના ટેરિફ બોમ્બથી ભારતના આ ક્ષેત્રની વધશે મુશ્કેલી? 283 અબજ ડોલરની થશે સીધી અસર!
ડેરી સેક્ટર ડીલમાં નથી સામેલ
ભારતે કરાર કરતા સમયે સ્પષ્ટ કર્યુ છે કે અમુક મુદ્દાઓ આ ડીલથી દૂર રહેશે. ચોખા, ખાંડ, દૂધ જેવી વસ્તુઓ આ કરારમાં સામેલ થશે નહીં. ભારત સરકારે જણાવ્યુ છે કે, આ સેક્ટરો વિદેશી કંપનીઓ માટે ખોલવામાં આવશે નહી. તો આ તરફ, યૂરોપીય સંઘ ઇચ્છે છે કે, ભારતમાં ગાડીઓ અને આલ્કોહોલ માટે યોગ્ય બજાર ભાવ મળી રહેશે. તો સાથે જ સી ફૂડ ભારતમાં નિકાસ કરવા માટે પણ યૂરોપીય સંઘ બેચેન થઇ રહ્યુ છે.
ભારત તરફથી અમેરિકાને સંકેત
ફ્રી ટ્રેડ ડીલ મામલે દિલ્હીમાં 13 તબક્કાની વાતચીત ચાલી રહી છે. ઓક્ટોબરમાં આ ડીલ માટે બ્રુસેલ્સમાં વાતચીત કરાશે. આ દરમિયાન બન્ને દેશમાં 2026માં ભારત અને ઇયુ શિખર સંમેલન માટે પણ તૈયારીઓ કરશે. જો આ ડીલ નક્કી થશે તો ભારત અને ઇયુ વચ્ચે વેપાર અને રોકાણ પહેલા કરતા વધુ સરળ થઇ જશે. ભારતીય કંપનીઓને યુરોપમાં મોટું બજાર મળશે. અને યુરોપની કંપનીઓ ભારતમાં પોતાની વસ્તુઓ બજારમાં મુકી શકશે. આ ડીલ અમેરિકાને સંકેત આપી રહ્યુ છે કે, ભારત વિશ્વમાં પોતાના મરજી મુજબ વેપાર કરી શકે છે.










