ક્વિક કોમર્સ સેક્ટરમાં વધુ એક મોટી કંપની IPO લાવવાની તૈયારીમાં છે. સ્વિગી અને ઝોમેટો બાદ હવે ઝડપી ડિલિવરી પ્લેટફોર્મ ઝેપ્ટો પણ શેરબજારમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. કંપની જૂન મહિનામાં IPO માટે ફાઈલિંગ કરી શકે છે અને જુલાઈમાં તેને લૉન્ચ કરવાની યોજના છે.

10 મિનિટમાં ડિલિવરીની સર્વિસ આપે છે કંપની

મળતી માહિતી મુજબ આ IPO મારફતે કંપની અંદાજે 1 બિલિયન ડોલર એટલે કે લગભગ 9,500 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. 10 મિનિટમાં ડિલિવરી આપતી આ કંપની આગામી મહિના અંત સુધી રોકાણકારો માટે રોડશો શરૂ કરી શકે છે અને જુલાઈની શરૂઆતમાં IPO બજારમાં લાવવાનો લક્ષ્ય ધરાવે છે.

ફંડનો ઉપયોગ કયા કરાશે?

આ ઈશ્યુમાં નવા શેરોની ઓફરિંગ ઉપરાંત હાલના રોકાણકારો દ્વારા શેરોની વેચાણ (સેકન્ડરી સેલ) પણ સામેલ રહેશે. કંપની આ ફંડનો ઉપયોગ તેના બિઝનેસના વિસ્તરણ માટે કરશે. જોકે હજુ સુધી IPOની સાઈઝ અને સમય અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને તેમાં ફેરફાર થઈ શકે છે. આ વર્ષે ભારતના IPO માર્કેટમાં ઝેપ્ટોનું આ ઓફરિંગ મોટું બની શકે છે અને તે $1 બિલિયનના આંકડાને સ્પર્શ કરનારા મહત્વપૂર્ણ IPOમાંથી એક બની શકે છે.

કંપનીએ ગયા વર્ષે ફંડિંગ રાઉન્ડમાં લગભગ $7 બિલિયનનું વેલ્યુએશન મેળવ્યું હતું. ઝેપ્ટો હાલમાં એમેઝોન, સ્વિગી, ઝોમેટો અને બિગબાસ્કેટ જેવી મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરી રહી છે. IPO માટે કંપની એક્સિસ કેપિટલ, મોતીલાલ ઓસવાલ, મોર્ગન સ્ટેનલી, HSBC અને ગોલ્ડમેન સૅક્સ જેવી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક્સ સાથે કામ કરી રહી છે.

આ પણ વાંચો : Share Marketમાં આ 5 કારણે જોવા મળી તેજી, રોકાણકારોએ 6 લાખની કરી કમાણી

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.