ઝાયડસ લાઈફસાયન્સિસ લિમિટેડે 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને નવ મહિના માટે તેના અનઓડિટેડ કન્સોલિડેટેડ નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે.
નાણાંકીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળાની મુખ્ય બાબતો
કામગીરીમાંથી આવક રૂપિયા 8,645 મિલિયન થઈ હતી, જે ગયા વર્ષ કરતાં 30 ટકા વધુ હતી. ત્રિમાસિક ગાળામાં સંશોધન અને વિકાસ (આરએન્ડડી) રોકાણ રૂ. 6,074 મિલિયન (આવકના 8.8 ટકા) રહ્યું હતું. ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. 18,164 મિલિયન હતી, જે વાર્ષિક ધોરણે 31 ટકા વધુ હતી. ત્રિમાસિક ગાળામાં એબિટા માર્જિન 26.5 ટકા રહ્યું, જે વાર્ષિક ધોરણે 20 બેસિસ પોઇન્ટ્સનો સુધારો છે. ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો (એડજસ્ટેડ) રૂ. 11,109 મિલિયન હતો, જે વાર્ષિક ધોરણે 9 ટકા વધુ હતો. ત્રિમાસિક ગાળામાં મૂડીખર્ચ (ઓર્ગેનિક) રૂ. 4,637 મિલિયન હતો.
કંપનીનો ચોખ્ખો નફો કેટલો?
કામગીરીમાંથી આવક રૂ. 1,95,614 મિલિયન થઈ, જે ગયા વર્ષ કરતાં 17 ટકા વધુ હતી. સંશોધન અને વિકાસ રોકાણ રૂ. 15,750 મિલિયન (આવકના 8.1 ટકા) રહ્યું. એબિટા રૂ. 59,207 મિલિયન હતું, જે વાર્ષિક ધોરણે 20 ટકા વધુ હતું. એબિટા માર્જિન 30.3 ટકા હતું, જે પાછલા વર્ષ કરતાં 80 બેસિસ પોઇન્ટ્સનો સુધારો છે. ચોખ્ખો નફો (કન્સોલિડેડેડ) રૂ.38,640 મિલિયન હતો, જે વાર્ષિક ધોરણે 15 ટકા વધુ હતો. નવ મહિના માટે મૂડી ખર્ચ (ઓર્ગેનિક) રૂ. 13,568 મિલિયન હતો. 31 ડિસેમ્બર 2025ના રોજ ચોખ્ખો દેવું અને ઈક્વિટી ગુણોત્તર 0.11 ગણો હતો જ્યારે ડિસેમ્બર 2025ના અંતે ચોખ્ખો દેવું અને એબિટા 0.36 ગણો હતો.
મેનેજિંગ ડિરેક્ટરે આપ્યો મેસેજ
ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર શર્વિલ પટેલે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં અમારું પર્ફોર્મન્સ અમારા મુખ્ય બિઝનેસની મજબૂતાઇ સૂચવે છે. સુઆયોજિત મર્જર એન્ડ એક્વિઝિશન અને વ્યવસાયિક રણનીતિના સારા પરિણામો મળ્યાં છે, જે મૂલ્ય સર્જન માટે મજબૂત આધાર પૂરો પાડે છે. અમારું દર્દીઓની જરૂરિયાત ઉપરનું ધ્યાન તેમજ કડક અનુપાલન અને સક્ષમ સપ્લાય ચેઇન દ્વારા અમે વિશ્વભરમાં ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ડિલિવર કરી રહ્યાં છીએ. અમે સતત અમલીકરણ અને લાંબાગાળે શેરધારકો માટે મૂલ્ય સર્જન માટે કટીબદ્ધ છીએ.
આ પણ વાંચો : Kalyan Jewellers પહોંચ્યું સેબીની પાસે, F&O ટ્રેડિંગ બંધ કરવા માટે કરી માગ