• આજે સોના અને ચાંદીના ભાવમાં નજીવો વધારો
  • સોનું આજે રૂ. 61,072 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું
  • ચાંદી આજે રૂ.72,899 પ્રતિ કિલોના સ્તરે ખુલી

આજે સોનું વાયદા બજારમાં ગુરુવારના બંધ ભાવે ખુલ્યું હતું, જ્યારે ચાંદી વાયદા બજારમાં નજીવા વધારા સાથે ખુલી હતી. સોનાના વાયદાના ભાવ રૂ.61 હજારની ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. ચાંદીના વાયદાના ભાવ રૂ.73 હજારની આસપાસ કારોબાર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટાડા સાથે શરૂ થયા છે. પરંતુ બાદમાં બંનેની સુધારો જોવા મળ્યો હતો.

સોનાના વાયદાના ભાવમાં વધારો

વાયદા બજારમાં આજે સોનાની સપાટ શરૂઆત થઇ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું આજે રૂ. 61,072 પર ખુલ્યું હતુ, જે અગાઉનો બંધ ભાવ પણ સમાન હતો. જો કે, ત્યારબાદ સોનું રૂ. 59ના ઉછાળા સાથે રૂ. 61,131 પર ટ્રેડ કરી રહ્યં હતું. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂ. 61,150 અને દિવસની નીચી સપાટી રૂ. 61,056 પર પહોંચ્યું હતુ. મે મહિનામાં સોનાની વાયદાની કિંમત 61,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી.

ચાંદી પણ ચમકી વધી

ચાંદીના વાયદાના ભાવ પણ ઉછાળા સાથે શરૂ થયા હતા. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક આજે રૂ. 1ના વધારા સાથે રૂ. 72,899 પર ખૂલ્યો હતો. ત્યારબાદ ચાંદી રૂ. 87ના ઉછાળા સાથે રૂ. 72,985 પર ટ્રેડ કરી રહી છે. ચાંદી દિવસની ઊંચી સપાટીએ રૂ. 72,996 અને દિવસની નીચી સપાટી રૂ. 72,850 પ્રતિ કિલોએ પહોંચી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ધીમી શરૂઆત

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ સુસ્ત શરૂઆત થઇ હતી. બાદમાં બંનેના વાયદાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર સોનું $1991.20 પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉની બંધ કિંમત $1992.80 હતી. ત્યારબાદ તે $1.60 ના વધારા સાથે $1994.40 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. કોમેક્સ પર ચાંદીનો વાયદો $23.66 પર ખૂલ્યો, જે અગાઉનો બંધ ભાવ $23.68 હતો. ત્યારબાદ તે $0.08 ના વધારા સાથે $23.77 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.

  • Follow us on: