• પંજાબના પીએચડી ડિગ્રી ધરાવતી વ્યકિતની સ્ટોરી વાયરલ
  • મોટી-મોટી ડિગ્રીઓ હોવા છતાં બેરોજગારીનો સળગતો મુદ્દો
  • પોતાના શહેરમાં જ પીએચડી કરી વ્યકિત શાકભાજી વેચવા મજબૂર

તમે એમબીએ ચા વાળા તરીકે પ્રફુલ્લ બિલ્લોરેનું નામ સાંભળ્યું હશે.. પરંતુ આજે અમે તમને એમબી ચાવાળાના સ્થાને પીએચડીની મસમોટી ડિગ્રી હોવા છતાં શાકભાજી વેચવી પડી રહી છે. વાત જાણે એમ છે કે, પંજાબમાં આવેલા અમૃતસરમાં રહેતા ડૉ.સંદીપસિંહની આ સ્ટોરી છે. જે હાલ પીએચડી શાકભાજી વેચતા હોવાના નામથી ફૅમસ થઈ રહ્યા છે. એક સ્થાનિકે તેમની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. સ્ટોરીમાં જણાવ્યા પ્રમાણે ડૉ.સંદીપસિંહની પાસે પાંચ-પાંચ મોટી ડિગ્રીઓ છે. તેઓએ પીએચડી સિવાય ચાર વિષયમાં માસ્ટર પણ કર્યું છે. છતાં તેઓ શાકભાજી વેચવા મજબૂર બન્યા છે.

 ચાર-ચાર વિષયમાં માસ્ટર્સની ડિગ્રી

ટવિટર પર શેર કરેલી આ સ્ટોરીમાં એવો દાવો કરાયો છે કે શાકભાજી વેચવાનો પ્રારંભ કરતા પહેલા ડૉ.સંદીપસિંહ પંજાબ યુનિવર્સિટીમાં ભણાવતા હતા. તેઓ એલએલએમના કરાર આધારિત પ્રોફેસર હતા. 10 વર્ષ સુધી ભણાવ્યા બાદ તેમને કાયમી નોકરી ન મળી શકી. તેમની પાસે પીએડી સિવાય પત્રકારત્વ, કાયદો અને મહિલા અધ્યનમાં માસ્ટર્સની ડિગ્રી છે.

શાકભાજી વેચવાનું આ રહ્યું કારણ

કાયમી નોકરી ન હોવાથી તેઓને આવકની અસ્થિરતાનો સામનો કરવો પડી રહ્યો હતો. આથી તેઓ મજબૂર થઈને તેમને પોતાના જ શહેરમાં આખરે શાકભાજી વેચવાનું શરુ કર્યું હતું. તેમને પીએચડી કર્યું છે. આથી પીએચડી શાકભાજીવાળા નામથી ફૅમસ થઈ ગયા છે. એક અન્ય સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપમાં ડૉ.સંદીપ એક શાકભાજીની રેંકડી લઈને જતા જોઈ શકાય છે. પીએચડી શાકભાજીવાળાનું બોર્ડ પણ દેખાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

સ્ટોરી વાયરલ થયા પછી સોશિયલ મીડિયા યૂઝર્સ વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ છે. એક યૂઝરનું કહેવું છે કે જ્યારે ડૉ.સંદીપ પાસે આટલી બધી ડિગ્રીઓ છે અને તેઓ એટલું ભણેલા છે તો તેમને બીજું કોઈ કામ જેમ કે ટ્યૂશન કે છાપામાં લખવાના વગેરે પર ધ્યાન આપવું જોઈએ. જ્યારે બીજા યૂઝરે કહ્યું કે આ સ્થિતિ માટે બેરોજગારીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

 

  • Follow us on: