• ઈઝરાયલ-હમાસ યુદ્ધ ભૂમિ પર એક માતાનું મહાપરાક્રમ
  • પાંચ કિલોમીટર પગપાળા ચાલીને શરણાર્થી કેમ્પ પહોંચી
  • સગર્ભાએ ચાર તંદુરસ્ત બાળકોને આપ્યો જન્મ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધનું પરિણામ ભલે કાંઈ ન નીકળે પરંતુ ત્યાંના નાગરિકોની પરિસ્થિતિ એવી ખરાબ બની છે કે વાંત ન પૂછો. યુદ્ધમાં માત્ર એક દેશની એક પેઢી જ નહીં પરંતુ પેઢીઓએ આના માઠા પરિણામ ભોગવવા પડતા હોય છે. બસ એક એવી જ વિચલિત કરનારી સ્ટોરી ઈઝરાયલ-હમાસ યુદ્ધ સ્થળેથી આવી છે. જે પરિસ્થિતિમાં મહિલાઓને વધુ આરામની જરૂર હોય, તે સ્થિતિમાં મહિલા પાંચ કિલોમીટર સુધી પગપાળા ચાલી અને બાળકોને સિઝેરિયન ઑપરેશનથી જન્મ આપ્યો હતો.  પછી તે મહિલા તરત જ આગામી સંઘર્ષ માટે તૈયાર થઈ ગઈ હતી. ઉત્તર પેલેસ્ટિનમાં એક મહિલા પ્રગન્ન્ટ હતી. સ્થિતિ કંઈક એવી બની કે તેને લેબર પેઈનની સ્થિતિમાં જ પગપાળા ચાલીને હોસ્પિટલ જવું પડયું હતું.

દારૂગોળા વચ્ચે ચાર બાળકોનો જન્મ

સગર્ભા મહિલા યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં અનેક માઈલ પગપાળા ચાલીને હોસ્પિટલ પહોંચી અને ચાર તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો હતો. આ મહિલાનું નામ અલ મસરી છે અને ઈઝરાયલના હમાસ પર હુમલા બાદ તે સુરક્ષાની શોધમાં પગપાળા નીકળી પડી હતી. 28 વર્ષની અલ મસકીના જણાવ્યા અનુસાર તેને શરણાર્થી કેમ્પ સુધી જવા માટે પાંચ કિલોમીટર સુધી જવું પડયું. જો કે તે સગર્ભા હોવાથી તેની સ્થિતિ ખરાબ થવા લાગી હતી. જેથી સીધી હોસ્પિટલ જતી રહી હતીં. અહીં તેણે બે બાળકી અને બે પુત્રોને જન્મ આપ્યો હતો. તબીબો પણ આ વાતને જાણીને નવાઈ પામ્યા હતા. 


પ્રસૂતિ પછી તરત હોસ્પિટલ છોડયું

સામાન્ય રીતે સી-સેક્શન ડિલિવરી પછી મહિલાઓને ત્રણથી ચાર દિવસ તબીબોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. પરંતુ અલ-મસરીને તરત જ હોસ્પિટલ છોડ઼વાનું કહેવાયું હતું. કારણ કે તેના એક બાળકની હાલત ગંભીર હતી. આવામાં તે ત્રણ બાળકોને લઈ ત્યાંથી નીકળી ગઈ હતી. હવે એક કેમ્પમાં તે રહી રહી છે. ત્યાં તેના પતિનું કહેવું છે કે બાળકો અને પત્નીને તે કંઈપણ નથી આપી રહ્યો. અહીં સુધી કે તે ખાવાનું શોધવા આમથી તેમ ભટકી રહ્યો છે. 

  • Follow us on: