- RBI દ્વારા Paytmની બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધ
- દિવસેને દિવસે paytmનુ વધી રહ્યુ છે સંકટ
- paytm RBI સાથે શોધી રહી છે સમાધાનનો રસ્તો
Paytmને તેની બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના મળ્યા બાદ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, Paytm બ્રાન્ડ કંપની કોઈપણ વિક્ષેપ વિના તેના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પ્લેટફોર્મને ચલાવવા માટે તૃતીય-પક્ષ ચુકવણી એપ્લિકેશનને પસંદ કરી શકે છે. મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો, કંપનીએ તેની વિગતોની ચર્ચા કરવા માટે UPIનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નો સંપર્ક કર્યો છે.
paytm માટે UPI મહત્વનું
પેટીએમ એપ તમામ યુપીઆઈ હેન્ડલ્સ પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા કાર્ય કરે છે. Paytm એપ પર તે એકમાત્ર PSP (પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર) બેંક છે. જો Paytm પેમેન્ટસ બેંક (PPBL) 29 ફેબ્રુઆરી પછી તેની બેંકિંગ કામગીરી બંધ કરે છે, તો તે PSP તરીકે કામ કરી શકશે નહીં. ઉપરાંત, તે પ્લેટફોર્મ પર કોઈપણ UPI ટ્રાન્ઝેક્શન માટે કામ કરશે નહીં. આવી સ્થિતિમાં Paytm એપ UPI ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામાં અસમર્થ રહેશે.
PSP વગર UPI કનેક્ટ નથી કરી શકાતુ
Paytm એપ પર યુઝર્સ મોટા પાયે UPI નો ઉપયોગ કરે છે. One97 કોમ્યુનિકેસન્સ લિમિટેડ, Paytm બ્રાન્ડ ચલાવતી કંપની, હાલમાં UPI પ્લેટફોર્મ તરીકે અન્ય કોઈ પણ કોમર્શિયલ બેંક સાથે કોઈ જોડાણ ધરાવતી નથી. Paytm પેમેન્ટસ બેંક પોતે PSP તરીકે કામ કરે છે. PSP કોઈપણ બેંક હોઈ શકે છે, જે UPI ને બેંકિંગ ચેનલ સાથે જોડે છે.
Paytm શોધી રહી છે નવો રસ્તો
હાલમાં, UPI ચૂકવણી કરવા માટે, Paytm વપરાશકર્તાઓ વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) નો ઉપયોગ કરે છે, જે paytm સાથે આવે છે. 1 માર્ચથી, VPA અન્ય બેંક એટલે કે paytm ને બદલે ગ્રાહકો માટે અલગ બેંક હેન્ડલથી બદલાશે. રિપોર્ટ અનુસાર, Paytm આ માટે ત્રણ કે તેથી વધુ બેંકોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. માહિતી મળી રહી છે કે, UPI પેમેન્ટ માટે Paytm ખાનગી બેંકો સાથે ચર્ચા કરી રહ્યું છે.
સામાન્ય પેમેન્ટ એપની જેમ કામ કરી શકે છે
રિપોર્ટ અનુસાર, બેંકિંગ સેવાઓ બંધ થયા પછી, Paytm પેમેન્ટસ બેંક પેમેન્ટ સેવાઓ પ્રદાન કરવાનું બંધ કરશે, તેથી ભવિષ્યમાં Paytm એપ્લિકેશન થર્ડ પાર્ટી એપ બની જશે, જે અન્ય બેંકો દ્વારા UPI સેવા પ્રદાન કરશે. જેમ PhonePe, Google Pay, Amazon Pay અને અન્ય ઓનલાઈન પેમેન્ટ એપ્સ સેવાઓ પૂરી પાડે છે.