- દેશમાં આજે 21 જુલાઈએ ગુરુપૂર્ણિમાએ ઈંધણના ભાવમાં કોઈ ફેરબદલ નહીં
- એસએમએસથી પણ પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકાય છે
- દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરાતી હોય છે
દેશમાં આજે રવિવારે 21 જુલાઈના રોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર થયા છે. રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરબદલ નથી કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય કિંમતોના હિસાબથી ભારતમાં ઈંધણના ભાવ નક્કી થતા હોય છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની સાથે બીજા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે તે જાણો.
ગુજરાતના ચાર મોટા શહેરોના ઈંધણના ભાવ જાણો
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ લિટરમાં | ડીઝલનો ભાવ લિટરમાં |
| 1 | અમદાવાદ | 94.44 રૂપિયા | 90.11 રૂપિયા |
| 2 | વડોદરા | 94.09 રૂપિયા | 89.76 રૂપિયા |
| 3 | જામનગર | 94.05 રૂપિયા | 89.72 રૂપિયા |
| 4 | સુરત | 94.53 રૂપિયા | 90.22 રૂપિયા |
દેશના મોટા શહેરોના ઈંધણના ભાવ જાણી લો
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ લિટરમાં | ડીઝલનો ભાવ લિટરમાં |
| 1 | કાનપુર | 94.75 રૂપિયા | 87.87 રૂપિયા |
| 2 | પ્રયાગરાજ | 95.39 રૂપિયા | 88.56 રૂપિયા |
| 3 | મથુરા | 94.19 રૂપિયા | 87.19 રૂપિયા |
| 4 | આગ્રા | 94.39 રૂપિયા | 87.44 રૂપિયા |
| 5 | વારાણસી | 94.92 રૂપિયા | 88.08 રૂપિયા |
| 6 | મેરઠ | 94.43 રૂપિયા | 87.49 રૂપિયા |
| 7 | નોયડા | 94.81 રૂપિયા | 87.94 રૂપિયા |
| 8 | ગોરખપુર | 94.87 રૂપિયા | 88.01 રૂપિયા |
દરરોજ સવારે ઈંધણના ભાવ અપડેટ કરાય છે
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે કિંમતોની સમીક્ષા પછી રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરતી હોય છે. ઓઈલ કંપનીઓ દરરોજ સવારે છ વાગ્યે ઈંધણના ભાવની જાણકારી અપડેટ કરે છે.
એસએમએસથી આવી રીતે ચેક કરો પોતાના શહેરના ઈંધણના ભાવ
ઉલ્લેખનીય છે કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાગતા ટેક્સના લીધે જુદા-જુદા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ હોય છે. તમે ફોથી એસએમએસ વડે પણ રોજ દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છે. આ માટે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોને RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવું.
દરેક શહેરમાં અલગ-અલગ દર કેમ?
દરેક શહેરમાં પેટ્રોલના દરો અલગ-અલગ હોવાનું કારણ ટેક્સ છે. તે જ સમયે, રાજ્ય સરકારો વિવિધ રાજ્યોમાં અલગ-અલગ દરે કર વસૂલ કરે છે. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓ પાસે પણ દરેક શહેર પ્રમાણે વેરો હોય છે. આ શહેર પ્રમાણે બદલાય છે, જેને સ્થાનિક બોડી ટેક્સ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનના આધારે અલગ-અલગ ટેક્સ પણ લાદવામાં આવે છે.