- ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ડેટા ટ્રાફિક વપરાશમાં સૌથી મોટી કંપની બની
- જિયોનો ડેટા માથાદીઠ વપરાશ 30.3 જીબી પ્રતિ મહિને થયો
- આ સિવાય જિયોનું વૉઈસ કૉલિંગ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે
ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ શનિવારે જણાવ્યું કે, તેને ચાયનીઝ કંપનીઓને પાછળ છોડીને 'ડેટા ટ્રાફિક' એટલે કે વપરાશના મામલે વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે. માથાદીઠ ડેટા વપરાશ વધીને 30.3 GB પ્રતિ મહિને થયો એટલે કે પ્રતિ દિવસ એક GB કરતાં વધુ છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું.
આ સાથે તે ડેટા ટ્રાફિકના મામલે વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સ JIOના જૂન ક્વાર્ટરના ડેટા અનુસાર, ડેટા વપરાશ 32.8 ટકા વધીને 44 બિલિયન ગીગાબાઈટ્સ (GB) થયો છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 33.2 બિલિયન GB હતો.
ગ્રાહકોની સંખ્યા 49 કરોડ સુધી પહોંચી ગઈ છે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનો કુલ ગ્રાહક આધાર આશરે 49 કરોડ સુધી પહોંચી ગયો છે, જેમાં 13 કરોડ 5G વપરાશકર્તાઓનો સમાવેશ થાય છે. આ સાથે, જો આપણે ચીનને છોડી દઈએ, તો Jio 5G સેવાઓના સંદર્ભમાં સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત ઉચ્ચ કવરેજ, સસ્તું ઈન્ટરનેટ એ ડિજિટલ ઈન્ડિયાની કરોડરજ્જુ છે અને જિયોને તેમાં યોગદાન આપવામાં ગર્વ છે. અમારા નવા ‘પ્રીપેડ પ્લાન્સ’ 5G અને AI (કૃત્રિમ બુદ્ધિમત્તા)ના ક્ષેત્રોમાં નવીનતા અને ટકાઉ વૃદ્ધિને આગળ વધારશે. ‘કસ્ટમર ફર્સ્ટ’ અભિગમ સાથે, Jio તેના શ્રેષ્ઠ નેટવર્ક અને નવીન સેવા ઓફરિંગ સાથે તેની માર્કેટ લીડરશિપની સ્થિતિને વધુ મજબૂત કરશે.
વૉઈસ કૉલિંગ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે
ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં કંપનીના નેટવર્ક પર વૉઇસ કૉલિંગ 1,420 અબજ મિનિટના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં છ ટકા વધુ છે.