- દેશમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
- દરરોજ સવારે પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કરાય છે
- આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો બોલાયો
દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ કરતી હોય છે. આજે 20મી જુલાઈ શનિવારે નવા ભાવ પ્રમાણે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરબદલ જોવા નથી મળ્યો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ યથાવત્ છે. આજે ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો બોલાયો છે. આવો જાણીએ જુદાજુદા વિસ્તારમાં ઈંધણના ભાવ શું છે.
ક્રૂડઓઈલના ભાવમાં કડાકો
ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 85 ડોલરની નીચે આવી ગઈ છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 82.63 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 80.13 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ભારતની વાત કરીએ તો સરકારી ઓઈલ કંપનીઓએ આજે 20 જુલાઈ 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
મહાનગરોમાં પેટ્રોલના ભાવ શું છે?
આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં આજે ડીઝલની કિંમત શું છે?
આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. તે જ સમયે, મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લિટર છે.
ડીઝલના ભાવ જાણો
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે કિંમતોની સમીક્ષા પછી રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરતી હોય છે. ઓઈલ કંપનીઓ દરરોજ સવારે છ વાગ્યે ઈંધણના ભાવની જાણકારી અપડેટ કરે છે.
એસએમએસથી આવી રીતે ચેક કરો પોતાના શહેરના ઈંધણના ભાવ
ઉલ્લેખનીય છે કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાગતા ટેક્સના લીધે જુદા-જુદા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ હોય છે. તમે ફોથી એસએમએસ વડે પણ રોજ દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છે. આ માટે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોને RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવું.