• રેગ્યુલેટરી નિયમોમાં બેદરકારી ચલાવી લેવાશે નહીં
  • બેલેન્સ શીટને એકદમ ક્લીઅર રાખવામાં આવે
  • વિવાદનો મુદ્દો આવકની ઓળખ અને લોનની પ્રોવિઝનિંગ છે

હવે દેશની બેંકો ન તો પોતાની મનમાની ચલાવી શકશે અને ન તો ગરબડ કરી શકશે. બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક કેટલીક વાતમાં કડક નિયમ લાગુ કરી રહી છે. તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આ માટે તેમણે બેંકોના અધિકારીઓ અને ઓડિટર્સને ઝીરો ટોલરન્સનો એક મેસેજ પણ મોકલ્યો છે. તો જાણો આ મેસેજમાં શું કહ્યું છે.

જલ્દી થશે મીટિંગ

ભારતીય રિઝર્વ બેંક મંગળવારે એટલે કે આજે દેશના તમામ કર્મશિયલ બેંકના ચીફ ફાયનાન્શિયલ ઓફિસર્સ અને બહારી ઓડિટર્સની સાથે મોટી બેઠક કરવા જઈ રહ્યું છે. આ પહેલા આરબીઆઈએ પણ આ બેઠકનો એજન્ડા જણાવી દીધો હતો.

ભારે પડશે આ બેદરકારી

કેન્દ્રીય બેંકે તમામ બેંકના મુખ્ય નાણા અધિકારીઓ અને ઓડિટર્સને કહ્યું કે કમ્પ્લાયન્સ અને રેગ્યુલેટરી નિયમોમાં બેદરકારીને લઈને તે ઝીરો ટોલરન્સની પદ્ધતિ પર કામ કરે. આ વિશે જાણકારી રાખનારા સૂત્રોના આધારે માહિતિ મળી છે કે આરબીઆઈએ 2 ડેપ્યુટી ગર્વનર એમ, રાજેશ્વર રાવ અને જે. સ્વામીનાથન બેંકના સીએફઓ અને ઓડિટર્સની સાથે બેઠક કરશે.

બેલેન્સ શીટને એકદમ ક્લીઅર રાખવામાં આવે

આ બેઠકમાં આરબીઆઈ બેંકના સીએફઓ અને ઓડિટર્સને આદેશ આપી શકે છે કે તે બેંકની બેલેન્સ શીટને ક્લીઅર રાખવાની જવાબદારીનું પાલન કરે. બેલેન્સ શીટ બેંકની નાણાકીય સ્થિતિનો યોગ્ય અંદાજ આપનારી હોવી જોઈએ.

બેંકો અને ઓડિટર્સની વચ્ચે ભરોસાની ખામી

મળતી માહિતિ અનુસાર બેંકો અને ઓડિટર્સની વચ્ચે સતત રસાકસી જોવા મળી રહી છે. તેનું એક કારણ ભરોસાની ખામી હોવું છે. બંનેની વચ્ચે રેગ્યુલેશન્સની વ્યાખ્યાને લઈને મતભેદ હોવા એ અન્ય કારણ છે. સૌથી મોટો વિવાદનો મુદ્દો આવકની ઓળખ અને લોનની પ્રોવિઝનિંગ છે.  

  • Follow us on: