- એલન મસ્કના આવ્યા બાદ ટ્વિટર ચર્ચામાં
- અનેક જાણીતા લોકોએ છોડ્યું ટ્વિટર
- 21 નવેમ્બરથી ફરીથી ખૂલશે ટ્વિટરના કાર્યાલય
જ્યારથી એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી કંપની ચર્ચામાં છે. મસ્ક સતત નિયમોમાં ફેરફાર કરતા રહે છે પરંતુ કંપનીના કર્મચારીઓથી લઈને ટ્વિટર યૂઝર્સને મસ્કે કરેલા ફેરફાર પસંદ આવી રહ્યા નથી. જ્યારથી મસ્કે બ્લૂ ટિકને માટે પેમેન્ટની જાહેરાત કરી છે ત્યારથી જાણીતી હસ્તીઓએ ટ્વિટર છોડી દીધું છે. આ સિવાય મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીથી કાઢી મૂકવા અને તેમને લાંબા સમય સુધી કામ કરાવવાને લઈને આલોચના થઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ટ્વિટરે તમામ ઓફિસને થોડા સમય માટે બંધ કરી દીધા છે. મળતી માહિતી અનુસાર ટ્વિટરના કાર્યાલય 21 નવેમ્બરથી ફરી ખોલવામાં આવશે. એવામાં ટ્વિટર પર #RIPTwitter ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ સાથે લોકો મીમ્સ પણ શેર કરી રહ્યા છે. એક મીમ્સ મસ્કે પણ શેર કર્યું છે જેમાં તમે ટ્વિટરની કબર જોઈ શકો છો.













