• લગ્ન સીઝનમાં સોનાની માંગ 40 ટકા સુધી વધશે
  • તહેવારની સીઝનમાં સોના - ચાંદીની માંગ વધી હતી
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સતત બીજા દિવસે ઘટ્યા હતા સોનાના ભાવ

ભારતીય વાયદા બજારમાં શુક્રવારે 18 નવેમ્બરે સોનાના ભાવ રેડ ઝોનમાં રહ્યા છે પણ સાથે જ ચાંદીના ભાવમાં વધારો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ આજે તૂટ્યા છે. મલ્ટી કોમોડિટી એક્ચેન્જ પર આજે સોનાનો ભાવ 0.01 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યો છે. કાલે સોનાના ભાવ એમસીએક્સ પર 0.42 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સાથે ચાંદીનો ભાવ આજે એમસીએક્સ પર 0.38 ટકા વધ્યો હતો. કાલે ચાંદીના ભાવ વાયદા બજારમાં 1.69 ટકા ઘટીને બંધ થયો હતો.

શુક્રવારે સોનાના ભાવમાં ફક્ત 5 રૂપિયાનો ઘટાડો

24 કેરેટ શુદ્ધતા વાળા સોનાના ભાવમાં આજે સવારે સામાન્ય એવો 5 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પછી સોનાના ભાવ 52838 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. સોનાના ભાવ આજે 52, 843 રૂપિયા પર ખૂલ્યો હતો. આ પછી ભાવ 52855 રૂપિયા સુધી પહોંચ્યો. આ પછી તે થોડો ઘટ્યો અને 52838 રૂપિયા થયો. ગુરુવારે સોનાના ભાવ એમસીએક્સ પર 52838 રૂપિયા પર બંધ થયો હતો.

ચાંદીના ભાવ વધ્યા

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવ 233 રૂપિયા વધીને 61211 રુપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીનો ભાવ 61262 પર ખૂલ્યો હતો. એકવાર ભાવ 62290 રુપિયા સુધી પહોંચ્યો. આ પછી તે ઘટીને 61211 સુધી થયો. ચાંદીના ભાવ વાયદા બજારમાં 60950 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટ્યા ભાવ

અહીં પણ ભાવમાં ઘટાડો ચાલુ છે. ગુરુવારે પણ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. આજે સોનાનો હાજર ભાવ 0.67 ટકા ઘટીને 1762.02 ડોલર પ્રતિ ઓંસ થયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 1.54 રૂપિયા ઘટીને 21.09 ડોલર પ્રતિ ઓંસ થયો છે. કાલે ચાંદીનો રેટ 1.36 ટકા તૂટ્યો હતો.

હાજર ભાવ તૂટ્યો

સર્રાફા બજારમાં ગુરુવારે સોનું 161 રૂપિયાના ઘટાડાની સાથે 53235 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. બુધવારે કારોબારી સત્રમાં સોનું 53396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ચાંદીની કિંમત પણ ગુરુવારે 1111 રૂપિયાના ઘટાડાની સાથે 61958 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.  

  • Follow us on: