- 14 જૂન પછી આધાર અપડેટ માટે લાગશે ચાર્જ
- જૂન મહિનાની સવારે ગેસ સિલિન્ડરના ભાવમાં આવશે ફેરફાર
- વાહન ચલાવવાના નિયમમાં આવશે ફેરફાર
નવા મહિનાની શરૂઆત સાથે જ એટલે કે જૂન મહિનાની સવારથી જ અનેક નિયમોમાં ફેરફાર આવી જશે. જેનાથી તમે તમારી આસપાસની સ્થિતિમાં પણ ફેરફાર અનુભવો તે શક્ય છે. જૂન મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરના બદલાયેલા ભાવ તમારા ખિસ્સા પર કેવી અસર કરે છે તે પણ તમારે જોવાનું રહેશે. આ સાથે તમારી આસપાસના ઘણા નિયમો બદલાઈ જશે, ડ્રાઈવિંગ લાયસન્સને માટે પણ નવા નિયમો લાગુ થશે.તો જાણો શું આવશે મોટા ફેરફાર.
ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે
તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે 14 કિલો અને 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે. આ વખતે પણ ગેસ સિલિન્ડરના નવા દર 1 જૂને જાહેર કરવામાં આવશે. તેલ કંપનીઓ 14 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે.
આધાર કાર્ડ અપડેટ
UIDAI એ આધાર કાર્ડ અપડેટને લઈને માહિતી આપી છે. આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની તારીખ 14 જૂન સુધી છે. હાલમાં કોઈપણ ફી વગર એટલે કે ફ્રીમાં 14 જૂન સુધી આધારને સરળતાથી અપડેટ કરી શકો છો. ઑફલાઇન અપડેટ માટે એટલે કે આધાર સેન્ટર પર જવા માટે તમારે પ્રતિ અપડેટ 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
ડ્રાઇવિંગ લાઇસન્સનો આવશે નવો નિયમ
1 જૂનથી ટ્રાફિકના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં સારી વાત એ છે કે 1 જૂન 2024થી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે RTO જવાની જરૂર રહેશે નહીં. તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને તમારું DL પણ મેળવી શકો છો, નવા નિયમ હેઠળ RTOમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી. તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો.
સગીરને વાહન ચલાવવા બદલ 25,000 રૂપિયાનો દંડ થશે
1 જૂનથી 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર દ્વારા વાહન ચલાવવા માટે ભારે દંડ વસૂલવામાં આવશે. જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેને 25 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.