- તો શું 14 જૂન પછી આધારકાર્ડ નહી ગણાય માન્ય ?
- સોશિયલ મીડિયામાં વહેતી વાતોનું UIDAIએ કર્યુ ખંડન
- આધાર અપડેટને લઇને UIDAIએ કરી સ્પષ્ટતા
સોશિયલ મીડિયામાં આધારકાર્ડને લઇને એવા સમાચાર ચાલી રહ્યા છે કે તમે 10 વર્ષ પહેલા જો આધારકાર્ડ બનાવ્યુ હશે અને તેને જો 14 જૂન પહેલા અપડેટ ના કર્યુ તો આધારકાર્ડ 14 જૂન બાદ માન્ય ગણાશે નહી. ત્યારે આવા સમાચાર વચ્ચે UIDAIએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
UIDAIએ કરી સ્પષ્ટતા
UIDAIએ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહેલા દાવાઓનું ખંડન કર્યુ છે. અને કહ્યું છે કે આ સમાચાર સાચા નથી.તેમણે કહ્યું કે આ ખોટા ન્યૂઝ છે. આવુ કશું જ થવાનું નથી. ભલે તમે આધારકાર્ડ 10 વર્ષ પછી પણ અપડેટ ન કરો, અમાન્ય નહી ગણાય, તે આધારકાર્ડ કાયદેસર જ ગણાશે.
આધારકાર્ડમાં 14 જૂન સુધી ફ્રી અપડેટ
મહત્વનું છે કે સરકારે આધારકાર્ડમાં અપડેટ કરવા માટે મફતમાં અપડેટ કરવાની લિમિટ 14 જૂન સુધી વધારી છે. પહેલા આ લિમિટ 14 માર્ચ સુધી જ હતી. પરંતુ હવે તમે 14 જૂન સુધી આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે મફતમાં ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. જો કે આ ફ્રી અપડેટની સુવિધા ફક્ત તે જ લોકોને મળશે જેમણે પોતાનો આધાર નંબર ઓનલાઈન અપડેટ કર્યો છે. નહી તો તેઓએ આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને તેમના આધાર કાર્ડને અપડેટ કરવા માટે ચૂકવણી કરવી પડશે. જેમ કે જો કોઈનો ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી, તો તેણે આ માટે સર્વિસ સેન્ટર જવું પડશે અને તે માટેનો ચાર્જ ચૂકવવો પડશે.
આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું?
- UIDAI ની સેલ્ફ-સેવા અપડેટ પોર્ટલ પર ક્લિક કરો એટલે કે https://ssup.uidai.gov.in/ssup/.
- 'લોગિન' પર ક્લિક કરો અને તમારો 12 અંકનો અનન્ય આધાર નંબર અને આપેલ કેપ્ચા કોડ પણ દાખલ કરો.
- આ પછી ‘સેન્ડ OTP’ પર ક્લિક કરો. તમે તમારા આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર પર મોકલેલ OTP દાખલ કરશો.
- હવે સેવાઓ ટેબ હેઠળ ‘અપડેટ આધાર ઓનલાઈન’ પસંદ કરો.
- હવે ‘આધાર અપડેટ કરવા આગળ વધો’ પર ક્લિક કરો અને તમે જે વિગતો બદલવા માંગો છો તેને પસંદ કરો.
- તમારા આધાર કાર્ડ પર તમારું હાલનું નામ તમારી સ્ક્રીન પર દેખાશે.
- તમે દસ્તાવેજ અપલોડ કરીને કોઈપણ ફેરફાર કરી શકો છો.
- તમે શું બદલ્યું છે તેની પુષ્ટિ કરો. તે પછી માહિતી અપડેટ કરવામાં આવશે.