• ડોલર સામે સૌથી નીચલા સ્તરે પહોંચ્યો રૂપિયો
  • ડોલર સામે મોટાભાગે નરમ રહી એશિયન કરન્સી
  • 30 નવેમ્બરે યોજાશે OPEC+ની બેઠક

ડોલર સામે ભારતીય રૂપિયો આજે રેકોર્ડ નિચલા સ્તરે બંધ થયો છે. હવે US ડોલર સામે રૂપિયા નબળો પડીને 83.37ના સ્તર પર બંધ થયો છે. આ ઉપરાંત ભારતીય IDT બજારમાં પણ ભારે ઉલટફેર જોવા મળી હતી. સેંસેક્સની વાત કરીએ તો આજે 47.77 એટલે કે 0.07 ટકાની ઘટાડા સાથે 65,970.04ના સ્તરે બંધ થયું હતુ. જ્યારે નિફ્ટી 7.30 પોઇન્ટ એટલે કે 0.04 ટકાની ઘટાડા સાથે 19794.70ના સ્તરે બંધ થયો હતો.

આ દરમિયાન યુએસ ટ્રેઝરી યીલ્ડમાં પણ વધારો જોવા મળ્યો હતો. 10 વર્ષની યીલ્ડમાં 4.45% અને 2 વર્ષની યીલ્ડમાં 4.93%નો વધારો જોવા મળી રહ્યો છે. બેન્ટની કિંમત 80 ડોલરને પાર કરી ગયો છે. યુએસ ઈન્વેન્ટરીઝમાં અપેક્ષા કરતાં વધુ વધારો થયો છે. ઉલ્લેખનિય છેકે OPEC+ની બેઠક 30 નવેમ્બરે યોજાશે. બજાર ઉત્પાદનમાં કાપની આશા છે.

નોંધનીય છે કે એશિયન કરન્સી મોટાભાગે ધીમી રહી હતી અને ડોલર ઇન્ડેક્સ થોડો ફેરફાર સાથે 103.78 પર રહ્યો હતો. ગયા અઠવાડિયે ડોલર ઇન્ડેક્સ 296ની આસપાસ ઘટ્યા બાદ સ્થિર જોવા મળી રહ્યો છે.


  • Follow us on: